રાજકોટમાં વજુભાઇ વાળાનો કોંગ્રેસ પર પ્રહાર: કોંગ્રેસવાળા હરામનું ખાઇને શૌચાલયમાં ધડાકા કરી શકે, પોખરણમાં નહીં

રાજકોટમાં સુશાસન સપ્તાહના સમાપન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને ભાજપના નેતા વજુભાઇ વાળાએ કોંગ્રેસ પર જબરદસ્ત પ્રહાર કર્યા હતા. દેશી ભાષામાં એકદમ બેધડક બોલવા માટે જાણીતા વજુભાઇ વાળા શુક્રવારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતું કે તમે હરામનું ખાઇને શૌચાલયના પોખરામાં ધડાકો કરી શકો છો, પરંતુ પોખરણમાં ધડાકો કરવાનું કામ તમારી 7 પેઢી પણ કરી શકે નહી. આવું કામ અટલ બિહારી વાજપેયી જેવા ભાજપના નેતા જ કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભાજપના એકદમ પાવરફુલ અને વગદાર નેતા ગણાતા વજુભાઇ વાળાએ આગળ કહ્યુ હતું કે કોંગ્રેસે 70-70 વર્ષ રાજ કરીને માત્ર પૈસા ખાવાનું અને ભ્રષ્ટ્રાચાર કરવાનું જ કામ કર્યું છે. વાળાએ કહ્યુ કે કોંગ્રેસને એ વાત યાદ અપાવવી પડશે કે જયારે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે પોખરણમાં ધડાકો કરવાની પરવાનગી આપીને અટલ સરકારે દુનિયાને ભારતની શક્તિનો પરચો બતાવ્યો હતો. એ સમયે ડરપોક કોંગ્રેંસ કહેતુ હતું કે પોખરણમાં ધડાકો કરવાને કારણે અમેરિકા નારાજ થશે અને ભારતને નુકશાન થશે.

વજુભાઇ વાળાએ આક્રમક રીતે કોંગ્રેસને પ્રહાર કરતા કહ્યુ કે એ જ વ્યકિત પોખરણમાં ધડાકો કરી શકે જેના જીવનની એક એક ક્ષણ અને શરીરનો એક એક કણ માતૃભૂમિ માટે તરસતો હોય, જે માતૃભૂમિની રક્ષા માટે તલપાપડ હોય.

તેમણે આ વાતને આગળ વધારતા કહ્યુ હતુ કે અત્યાર સુધી કોંગ્રેસ ભ્રષ્ટ્રાચાર કરીને હરામનું ખાઇને શૌચાલયના પોખરામાં ધડાકો કરી શકે છે, પરંતુ પોખરણમાં ધડો કરવો એ કોંગ્રેસની 7 પેઢીનું કામ નથી. તેમણે કહ્યુ કે ભાજપે માત્ર રસ્તા કે ગટરના જ કામો કર્યા છે, એવું નથી, પરંતુ દેશની પ્રજાને મરદ બનાવવાનું રામ પણ અટલ બિહારી વાજપેયીએ કર્યું હતુ અને આ જ કામ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.

રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલથી નારાજ છે તે વાત વધુ એક વખત સામે આવી હતી. રાજકોટમાં શુક્રવારે સુશાસન દિવસના સમાપન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રૂપાણીના હોમ ટાઉન રાજકોટ પહોંચ્યા હતા. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી. આર. પાટીલ અને ભુપેન્દ્ર પટેલ હાજર હતા, પરંતુ વિજય રૂપાણી નહોતા.

ધર્મેન્દ્ર કોલેજ પહોંચતા પહેલા અધવચ્ચેથી સી. આર. પાટીલ ગાયબ થઇ ગયા હતા અને તેની થોડીક વારમાં વિજય રૂપાણી અને વજુ વાળા રેલીમાં અચાનક પ્રકટ થઇ ગયા હતા. સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી વિજય રૂપાણી તેમનાથી નારાજ હતા એ વાત વધુ એક વખત સપાટી પર આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો