ISROએ રચ્યો વધુ એક ઇતિહાસઃ 29 સેટેલાઈટ લોન્ચ, ભારતના એમિસેટથી PAK-આતંકીઓ પર અંતરિક્ષમાંથી રહેશે નજર
ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વીત્ઝરલેન્ડના છે. આવું પહેલી વખત છે કે ઈસરો એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કરશે. સવારે 9.27 વાગે પીએસએલવી-સી 45 રોકેટની મદદથી આ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે.
એમિસેટનો ઉપયોગ ઈલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમને માપવા માટે કરવામાં આવશે. તેના દ્વારા દુશ્મન દેશોની રડાર સિસ્ટમ પર નજર રાખવાની સાથે સાથે તેમના લોકેશનનું પણ ધ્યાન રાખવામાં આવશે. મોકલવામાં આવેલા ઉપગ્રહોમાં એમિસેટનું વજન 436 કિલોગ્રામ છે અને બાકી 28 ઉપગ્રહોનું કુલ વજન 220 કિલો છે.
આ અભિયાન અંદાજે 180 મિનિટનું છે. પહેલી 17 મિનિટ પુરી થતાં પીએસએલવી 749 કિમીની ઉંચાઈ પર એમિસેટને સ્થાપિત કરશે. ત્યારપછી ચોથા તબક્કામાં લગાવાવમાં આવેલા સોલર પાવર એન્જિનને ચલાવીને 504 કિમીની ઉંચાઈ પર વિદેશી નેનો સેટેલાઈટને સ્થાપિત કરશે. ત્યારપછી ચોથા તબક્કામાં જ રોકેટને 485 કિમીની ઉંચાઈ પર લઈ જશે અને અહી ઓર્બિટલ પ્લેટફર્મની ભૂમિકા નીભાવીને પોતાની સાથે લાવીને ત્રણ પ્રાયોગિક પેલોડની મદદથી ચંદ્રયાન-2 અભિયાન સાથે જોડાયેલા અમુક ખાસ પ્રયોગો પૂરા કરશે.
PSLV દુનિયાનું સૌથી વિશ્વાસુ લોન્ચ વેહિકલ
આ વખતે પીએસએલી-સી45થી 29 સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા છે. પીએસએલવીની આ 47મી ઉડાન છે. આ ખૂબ જ વિશ્વાસુ લોન્ચ વેહિકલ માનવામાં આવે છે. જૂન 2017માં તેમની 39મી ઉડાન સાથે પીએસએલની દુનિયાનું સૌથી વિશ્વાસપાત્ર સેટેલાઈટ લોન્ચ વેડિકલ બન્યું છે. 104 સેટેલાઈટ લોન્ચ કરવા માટે વૈજ્ઞાનિકોએ પીએસએલવીને પાવરફુલ એક્સએલ વર્જનનો ઉપયોગ કર્યો છે. 2008માં મિશન ચંદ્રયાન અને 2014માં મંગળયાન મિશન પણ પીએસએલવી દ્વારા પુરુ થયું હતું.
બે વર્ષ પહેલાં ઈસરોએ રચ્યો હતો ઈતિહાસ
15 ફેબ્રુઆરી 2017ના રોજ ઈસરોએ એ સૌથી વધારે સેટેલાઈટ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 30મિનિટમાં એક રોકેટ દ્વારા 7 દેશોના 104 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. આ પહેલાં આ રેકોર્ડ રશિયાના નામે હતો. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા.