ભારત સાથે ઉભુ છે ઇઝરાયલ, સૌથી ખતરનાક છે આ દેશની સેના, દરેક વ્યક્તિએ સેનામાં સામેલ થવુ છે ફરજિયાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતને એક મોટો સહયોગ ઇઝરાયલ પાસેથી મળી રહ્યો છે. આ નાના દેશ તરફથી ભારતને દરેક રીતે મદદ કરવાનું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આ દેશની સૈન્ય શક્તિથી અમેરિકા સહિત આખુ વિશ્વ ડરે છે. બદલો લેવાને લઇ આ દેશની આર્મી દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશનને ‘રેથ ઓફ ગોડ એટલે ઇશ્વરનો કહેર’ના નામથી ઓળખવામાં આવે છે.
ઇઝરાયલનો ભારત સાથે છે ગાઢ સબંધ
ગત મહિને જ સંરક્ષણ પ્રધાને 54 ઇઝરાયલી HAROP ડ્રોનની ખરીદીને મંજૂરી આપી દીધી છે. તે બાદ બન્ને દેશોના સબંધ વધુ ગાઢ બન્યા છે, જેને કારણે ભારતનું પણ મનોબળ વધ્યુ છે. ઇઝરાયલની નૌસેના, વાયુ સેના વચ્ચે ઘણા ઉંડા સબંધ છે. સેનાના ત્રણેય વિંગ એક બીજાને દરેક સૂચના શેર કરે છે અને દરેક ઓપરેશનની જાણકારી ત્રણેય વિંગના ઓફિસરોને આપવામાં આવે છે. સૌથી ચોકાવનારી વાત એ છે કે ઇઝરાયલમાં મહિલાઓએ પણ સેનાની ટ્રેનિંગ લેવી જરૂરી છે.
નવી ટેકનિકથી સજ્જ છે ઇઝરાયલની સેના
ઇઝરાયલની સેનાને સૌથી ઝડપથી નવી ટેકનિક અપનાવવા અને તેમાં જવાનોને પારંગત બનાવવા માટે કરવામાં આવે છે.આધુનિક હથિયારો ચલાવવાથી લઇને નવી ટેકનિકોને હેન્ડલ કરવા ઇઝરાયલી જવાનોને સારી રીતે આવડે છે.
ઇઝરાયલની સેનાને ત્રણ ભાગમાં વહેચવામાં આવી છે
– સેનાના દરેક જવાનને એટલી ટ્રેનિંગ જરૂર આપવામાં આવે છે કે તે જરૂર પડ્યે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને હેન્ડલ કરી શકે. ઇઝરાયલી સેનાને ટ્રેનિંગના હિસાબથી ત્રણ ભાગમાં વહેચી શકાય છે- પ્રથમ રેગ્યુલર સર્વિસ- જેની હેઠળ દેશના દરેક નાગરિકને સેનાની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવે છે, મહિલાઓ માટે પણ રેગ્યુલર સર્વિસની ટ્રેનિંગ જરૂરી છે.
– બીજી પરમેનેન્ટ સર્વિસ- જેના નામથી જ તમે સમજી શકો છો કે તેમાં તે જવાન સામેલ થાય છે, જે સ્થાયી રીતે સેના માટે કામ કરવા માંગે છે.
– ત્રીજી છે રિઝર્વ સર્વિસ- આ સર્વિસ હેઠળ સામાન્ય નાગરિકને વર્ષનો એક મહિનો આપવામાં આવે છે, એટલે કે લોકો પોતાની મરજીથી કોઇ એક મહિનો પસંદ કરી શકે છે જેમાં તે સેનાને પોતાની સેવા આપી શકે.આવી તાકાત ધરાવતી સેના ભારત સાથે ખભાથી ખભો મીલાવીને ઉભી રહેતા દુનિયામાં એક સંદેશ ગયો છે.