અડીખમ ઇઝરાયલ – જાણો ઇઝરાયેલની કહાની

ઇઝરાયલ ભલે નાનકડો દેશ હોય પરંતુ તેની કમાણી દુનિયાના વિકસિત દેશોની બરાબર છે. આ દેશમાં ભલે ખેતી ઓછી થતી હોય પરંતુ ઇઝરાયલે કૃષિ ટેક્નોલોજીને ખૂબ જ વિકસાવી છે અને પોતાની આ જ ટેક્નોલોજીને વિશ્વમાં વેંચીને અર્થવ્યવસ્થાને મજબૂત કરી રહ્યું છે. ઇઝરાયલની અડધા ભાગની જમીન રણ પ્રદેશ અને પથપાલ છે. તેની પાસે માત્ર 4 લાખ હેકટર ખેતી લાયક જમીન છે. ઇઝરાયલ રણ વિસ્તારમાં આવતો હોવાથી અહીં વરસાદ પણ એકદમ મર્યાદિત માત્રામાં પડે છે. એવામાં વરસાદી જળનું સુવ્યવસ્થિત સંચય કરીને પોતાની ખેતી કરે છે.

ઇઝરાયલ રેતાળ અને પથરાળ જમીનમાં ઓછા પાણી દ્વારા પણ શ્રેષ્ઠ ખેતી કરે છે. ઇઝરાયલ ઘઉ, મકાઈ, સંતરા, કેરી, ખજૂર અને ફુલોનું મબલક ઉત્પાદન કરે છે. ઇઝરાયલ પોતની ખેતીને લઈને એટલુ બધુ સ્વાલંબન ધરાવે છે કે, પોતાની આદ્ય જરૂરીયાતનો 93 ટકા હિસ્સો દેશમાં જ ઉગાડે છે. પોતાની જરૂરીયાતો સંતોષવા ઉપરાંત ઇઝરાયલ વાર્ષિક 8 હજાર કરોડ રૂપિયાના ખેત ઉત્પાદનોની નિકાસ કરે છે. ઇઝરાયલના જીડીપીમાં ખેતીનો 2.5 ટકા હિસ્સો રહેલો છે. ઇઝરાયલ પોતાની ખેતીમાં સોલાર એનર્જીનો મહતમ ઉપયોગ કરે છે. તો સિંચાઈના પાણીનો બચાવ કરવાની ટેક્નોલોજીમાં ઇઝરાયલ વિશ્વમાં સૌથી આગળ છે. જેના કારણે છેલ્લા 25 વર્ષમાં અહીં કૃષિ ઉત્પાદન 7 ગણુ વધ્યુ છે અને પાણીનો ઉપયોગ 12 ટકા ઘટ્યો છે.

ઇઝરાયલ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં જ આગળ છે, પરંતુ તે ટેક્નોલોજીમાં પણ હરણફાળ ભરે છે. ઇઝરાયલમાં 3500થી વધુ ટેક્નોલોજી કંપની છે. જે પુરી દુનિયામાં સિલિકોન વેલી બાદ બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત દવાઓ બનાવવાના ઉદ્યોગમાં પણ ઇઝરાયલે કાઠુ કાઢ્યું છે. એક રિસર્ચ પ્રમાણે વિશ્વની દવાઓના કુલ નિકાસમાં 11 ટકા નિકાસ ઇઝરાયલ કરે છે. જેમાં પેકેજ્ડ દવાઓ, એન્ટિ બાયોટિક, ઇન્સોલિન અને હાર્મોનનો સમાવેશ કરવામાં આવે છે. જેનો કારોબાર રૂપિયા 4200 કરોડ જેટલો છે. આ ઉપરાંત રિફાઈન્ડ પેટ્રોલિય ક્ષેત્રે પણ ઇઝરાયલે મહારથ હાંસલ કર્યું છે. તે 7.6 ટકા જેટલી રિફાઇન્ડ પેટ્રોલીયમની નિકાસ કરે છે અને તેની નેટ વર્થ રૂપિયા 3 હજાર કરોડ જેટલી છે. તો હીરા ઉદ્યોગમાં પણ ઇઝરાયલ વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે. જે વિશ્વના કુલ હીરા ઉદ્યોગનો 7.5 ટકા હિસ્સો ધરાવે છે અને તેનો વાર્ષિક કારોબાર રૂપિયા 2900 કરોડ જેટલો છે. આ ઉપરાંત ઇન્ટીગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસી.. જેને ઇલેકટ્રોનિક ચીપ પણ કહેવામાં આવે છે. ઇઝરાયલ તેની પણ વિશ્વની બજારમાં નિકાસ કરે છે. ઇઝરાયલનું ઇન્ટિગ્રેટેડ સર્કિટના વ્યાપારમાં વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા 1400 કરોડ જેટલી છે. આ ઉપરાંત એર ક્રાફ્ટ પાર્ટના ઉદ્યોગમાં પણ ઇઝરાયલનો મોટો હિસ્સો છે. જે વિશ્વના માર્કેટમાં 2.10 ટકા શેર ધરાવે છે. જેનું વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા 1200 કરોડ જેટલું છે. આ પાંચ ક્ષેત્રમાં બિઝનેસ કરીને આજે ઇઝરયાલે આર્થિક ઉન્નતી કરી છે.

  • ઇઝરાયલનો રૂ.4200 કરોડ જેટલો છે દવાનો કારોબાર
  • ઇઝરાયલ 7.6% રિફાઇન્ડ પેટ્રોલીયમની કરે છે નિકાસ
  • પેટ્રોલીયમ નિકાસની નેટ વર્થ રૂ.3000 કરોડ
  • હીરા ઉદ્યોગમાં ઇઝરાયલ ધરાવે છે વિશ્વમાં પાંચમું સ્થાન
  • વિશ્વના કુલ હીરા ઉદ્યોગનો 7.5 ટકા હિસ્સો ધરાવે છે ઇઝરાયલ
  • ઇઝરાયલનો હીરાનો વાર્ષિક કારોબાર રૂ.2900 કરોડનો
  • ઇન્ટિગ્રેટેડ સર્કિટના વ્યાપારમાં વાર્ષિક ટર્ન ઓવર રૂ.1400 કરોડ
  • એક ક્રાફ્ટ પાર્ટ્સમાં વિશ્વના માર્કેટમાં 2.10 ટકા શેર ધરાવે છે ઇઝરાયલ
  • એક ક્રાફ્ટ પાર્ટ્સનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.1200 કરોડ

ઇઝરાયલે આપણી રોજિંદી જિંદગીને સરળ બનાવી શકે તેવી અનેક ટેક્નોલોજીની શોધ કરી છે. ઇઝરાયલે શોધેલે ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો આપણ સૌ દૈનિક જીવનમાં જે પેન ડ્રાઇવ એટલે કે, યુએસબી ડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ તે ઇઝરાયલની દેન છે. યુએસબી ડ્રાઇવની શરૂઆત ઇઝરાઇલે 2000ની સાલમાં કરી હતી અને જેની પહેલી ડ્રાઇવની કેપેસિટી માત્ર 8 મેગા બાઈટની જ કેપેસિટી હતી. આપણે દવાઓમાં જે કેપ્સ્ચુલનો ઉપયોગ કરીએ છીએ તેની શોધ પણ ઇજરાયલે કરી છે. આ ઉપરાંત રિવોકર એટલે કે કૃત્રિમ પગની શોધ પણ ઇઝરાયલે કરી છે. આ કૃત્રિમ પગની મદદથી પગ ન ધરાવતા દિવ્યાંગો પણ સારી રીતે ચાલી શકે છે. આ ઉપરાંત પણ ઇઝરાયલે સેંકડો સંશોધનો કર્યા છે જેને આપણે રોજીંદા જીવનમાં ઉપયોગમાં લઈએ છીએ..

ઇઝરાયલમાં યહુદી દેશ છે. મોટે ભાગે યહુદી ધર્મના લોકો આ દેશમાં રહે છે, પરંતુ એક ધર્મનું દેશમાં વર્ચસ્વ હોવા છતા ઇઝરાયલે કોઈ ધાર્મિક અંધ માન્યાતાઓના અનુકરણને બદલે વિજ્ઞાન અને ટેક્નોલોજીનું શરણ લીધુ છે. ઇઝરાયલના આ પગલાને કારણે જ આજે ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેનો સુરજ તપી રહ્યો છે.

દુશ્મનોથી ઘેરાયેલા ઇઝરાયેલને બચાવે છે આ જાબાંઝ ટીમ

ચારે બાજુથી દુશ્મનોથી ઘેરાયેલા ઇઝરાયલની સુરક્ષા દુનિયાની સૌથી અભેદ સુરક્ષા માનવામાં આવે છે. જેનું કારણ છે તેની જાસુસી સંસ્થા મોસાદ. મોસાદ દુનિયાની સૌથી ખતરનાક જાસુસી સંસ્થા છે. પુરી દુનિયા મોસાદના એજન્ટોથી થરથર કાંપે છે. તે પોતાના દેશના દુશ્મનોને દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધીને ખતમ કરવા માટે સક્ષમ છે. મોસાદના જાબાજ એજન્ટોએ એવા એવા ઓપરેશનોને અંજામ આપ્યો છે કે, તેનું નામ સાંભળીને ભલભલાને પરસેવો વળી જાય છે.

ઇઝરાયલના દુશ્મનો તેની સામે આંખ ઉઠાવતા પહેલા પણ સો વાર વિચારે છે, તો તેની પાછળ મોસાદનું ફેલાયેલુ મહાકાય નેટવર્ક છે. મોસાદની સ્થાપના 13 ડિસેમ્બર 1949ના રોજ કરવામાં આવી છે. જે ઇઝરાયલની નેશનલ ઇન્ટેલિજન્ટ એજન્સી છે. મોસાદનો પ્રમુખ સીધા પ્રધાનમંત્રીને જ રિપોર્ટ કરે છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદ સામે લડવાનો છે. આ ઉપરાંત દેશ માટે ગોપનીય જાણકારીઓ એકઠી કરવી અને રાજનીતિક હત્યાઓને અંજામ આપવાનો છે. આ કામ માટે તેના એજન્ટોને ખુલી છુટ આપવામાં આવી છે. તેના માટે તે કોઈ પણ સ્તર પર જઈને પોતાના કામને અંજામ આપે છે.

મોસાદના એજન્ટો પોતાના મિશનને પાર પાડવામાં કોઈ પણ કાયદા કાનૂનને ગણકારતા નથી. કાયદાઓથી પર જઈને પણ તેઓ પોતાનું કામ પાર પાડવામાં માને છે. એવા પણ અનેક કિસ્સાઓ છે. જેમાં ના માત્ર ઇઝરાયલ પણ આંતરરાષ્ટ્રીય કાયદાઓથી પર જઈને પોતાના કામને અંજામ આપ્યો છે. દ્વિતિય વિશ્વ યુદ્ધમાં થયેલ યહુદીઓના નરસંહાર માટે જવાબદાર હિટલરના નાઝી જર્મનના અધિકારીઓને મોસાદના એજન્ટોએ વીણી વીણીને માર્યા હતા. ત્યા સુધી કે અન્ય દેશમાં આશ્રિત બનેલા નાઝી અધિકારીઓને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. એક નાઝી જર્મન અધિકારીને તો આર્જેન્ટીનાથી અપહરણ કરીને ઇઝરાયલ લવાયો હતો અને ઇઝરાયલમાં તેના સજા આપવામાં આવી હતી.

ઇઝરાયલની આ જાસુસી સંસ્થા વિશે એવી પણ વાતો છે કે, એકવાર જે મોસાદના હિટ લિસ્ટમાં આવી ગયો તેનું બચવુ અશક્ય છે. ગુપ્ત ઓપરેશન મોસાદની સૌથી મોટી ખાસીયત છે. એટલે જ તેને એફબીઆઈ અને એમઆઈ6થી પણ વધુ ખતરનાક માનવામાં આવે છે. 1972માં આતંકીઓએ ઇઝરાયલના 9 ખેલાડીઓની હત્યા કરી હતી. જેથી મોસાદે આ હત્યાકાંડમાં સામેલ એક એક આંતકીને શોધી શોધીને મોતને ઘાટ ઉતાર્યા હતા.

જેવી રીતે આતંકીઓ ભારતનું પ્લેન હાઇજેક કરીને કંધારકાંડને અંજામ આપ્યો હતો. તેવી જ રીતે 1976માં યુગાંડામાં ઇઝરાયલના 54 નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે ઇઝરાયલે ભારતની જેમ આતંકી સાથે વાટાઘાટા કરવાને બદલે ખૂબ જ વિશાળ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું અને તમામ નાગરિકોને સુરક્ષિત બચાવી લીધા.

મોસાદ પોતાના દુશ્મનોને ક્યારેય માફ નથી કરતુ. મોસાદ મુદ્દે કેટલિક વાતો પ્રચલિત છે. જેના મુદ્દે અનેક પુસ્તકો પણ લખાયા છે. એમાથી કેટલાક પુસ્તકો તેના એક એક ઓપરેશન પર છે. મોસાદે કેટલાક એવા ઓપરેશનો એવા પણ કર્યા છે જેને અકલ્પનીય માનવામાં આવે છે. 60ના દાયકામાં દેશમાં પરમાણુ કાર્યક્રમ ચલાવવા માટે મોસાદ એજન્ટોએ અમેરિકાની એક પરમાણુ કંપનીમાંથી 90 કિલો યુરેનીયમ ઉઠાવી લીધુ હતું. જેની કેટલાય સમય સુધી અમેરિકાને જાણ પણ ન્હોતી થઈ. આવા અસંખ્ય ઓપરેશનોને કારણે જ મોસાદ વિશ્વભરમાં ઇઝરાયલ સામે કોઈએ આંખ ઊંચી ન કરવી તેવો આડકતરો સંદેશો આપે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો