સાચા અર્થમાં ‘કર્મવીર’ છે આ કલેક્ટર, નાગરિકોની ફરિયાદો મોટી સંખ્યામાં પેન્ડિંગ રહેતા રોષે ભરાયા કલેક્ટર, પોતાનો જ પગાર અટકાવ્યો
જબલપુર- મધ્યપ્રદેશના જબલપુરથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. અહીં મુખ્યમંત્રીના હેલ્પલાઈન નંબર પર મોટી સંખ્યામાં ફરિયાદોની કાર્યવાહી બાકી હોવાને કારણે રોષે ભરાયેલા કલેક્ટરે અન્ય અધિકારીઓ અને પોતાનો ડિસેમ્બર મહિનાનો પગાર અટકાવવાનો આદેશ આપ્યો છે. સોમવારના રોજ જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, જિલ્લા કલેક્ટર કર્મવીર શર્માએ ટ્રેઝરી ઓફિસરને આદેશ આપ્યો છે કે તેમના દ્વારા આપવામાં આવેલા આ આદેશનું પાલન કરવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
નોંધનીય છે કે પાછલા 100 દિવસથી વધારે સમયથી નાગરિકોની ફરિયાદો પેન્ડિંગ હોવાને કારણે કલેક્ટરે અન્ય અધિકારીઓનો આ મહિનાનો પગાર રોકવાનો પણ આદેશ આપ્યો હતો. સોમવારના રોજ જિલ્લા પંચાયતની ઓફિસમાં મુખ્યમંત્રીની હેલ્પલાઈન પર નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોની વિભાગ અનુસાર સમીક્ષા કરવામાં આવી હતી. આ સમીક્ષા પછી કલેક્ટરે અધિકારીઓને આદેશ આપ્યો હતો કે ચોક્કસ સમય મર્યાદામાં આ તમામ ફરિયાદોનું નિરાકરણ આવવું જોઈએ.
કલેક્ટર કર્મવીર શર્માએ આદેશ આપ્યો કે, સ્વચ્છતાને લગતી ફરિયાદોનું સમયસર નિરાકરણ ન લાવવા બદલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના પગાર પણ અટકાવી દેવામાં આવે. આટલુ જ નહીં, રેવન્યુને લગતી સમસ્યાઓનું નિરાકરણ ન લાવવા બદલ અમુક તેહસીલદારના પગારવધારા પર પણ રોક મૂકવામાં આવી છે. નોંધનીય છે કે મીટિંગમાં હાજર ન રહેવા બદલ ડિસ્ટ્રિક્ટ માર્કેટિંગ ઓફિસરને પણ કારણ જણાવો નોટિસ મોકલવામાં આવી છે. તેમણે તમામ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, મુખ્યમંત્રીની હેલ્પલાઈન પર આવેલી ફરિયાદ હોય અથવા અન્ય સમસ્યા હોય, તમામ ફરિયાદો પર નિયત સમયમાં કાર્યવાહી થવી જોઈએ.
સામાન્યપણે સરકારી અધિકારીઓ માટે એવી ધારણા બાંધવામાં આવે છે કે તેમને સામાન્ય નાગરિકોની સમસ્યાઓ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. તેઓ બસ નેતાઓને ખુશ કરવા માટે કામ કરતા હોય છે. પરંતુ સિક્કાની બે બાજુની જેમ તમામ કર્મચારીઓ એકસમાન નથી હોતા. અમુક અધિકારીઓ એવા પણ હોય છે જે ધગશ અને પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવે છે. કર્મવીર શર્મા આ જ અધિકારીઓમાંથી એક છે, જે માત્ર નામથી જ નહીં સાચા અર્થમાં કર્મવીર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..