ઓટો રિક્ષા ચાલકના છોકરાને એક ટંક ખાવાના પણ ફાંફા હતાને આજે 21 વર્ષે આ યુવાન બન્યો IAS ઓફિસર

કેટલીક વખત કેટલાક લોકોની સફળતા તમને વિચારતા કરી દે છે. આવા જ એક વ્યક્તિ છે અંસાર અહમદ શેખ. મહારાષ્ટ્ર જિલ્લાના નાનકડા ગામથી આવતા આ યુવકે પહેલા પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી. અને તે પણ 21 વર્ષની ઉંમરે 371માં રેન્ક પર. પણ એક સમય તેવો પણ હતો જ્યારે અંસાર પાસે બે ટંકનું ખાવા માટે પણ પૈસા નહતા. કેટલાય દિવસો તેવા જતા કે માંડ એક વાર ખાવા મળે. વળી અંસારના પિતા તેની શાળા છોડાવા માંગતા હતા. જેથી નાની ઉંમરે અંસાર નોકરી છોડી ઘર ખર્ચ માટે તેમની મદદ કરી શકે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો અંસાર કહે છે કે તેના પિતા ઓટો રિક્ષા ચાલક હતા અને માં ખેત મજૂરી કરતી હતી. પિતા રોજ માત્ર સો થી દોઢ સો રૂપિયા કમાતા હતા. જેમાં માં-બાપ, બે બહેન અને બે ભાઇનું ભરણ પોષણ કરવાનું અશક્ય હતું. વળી દુકાળગ્રસ્ત જમીનના કારણે ખેતી પણ ઠીક થી નહતી થતી. પિતાને પણ ગામના અન્ય લોકોની જેમ દારૂ પીને ઘરે આવતા અને ગાળા-ગાળી કરતા.

એક સમય તો તેવો આવ્યો કે અંસારના પિતા પુત્રનું ભણતર પણ છોડાવા માંગતા હતા. પણ શાળાના શિક્ષકે તેવું ના થવા દીધું. અને આમ ધીરે ધીરે અંસારે 10માં ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું. અંસારે કહ્યું કે મિડ ડે મીલ તેમના માટે અનેક વાર દિવસનું તે એક માત્ર ભોજન બનતું જે તે ખાતા. બારમાં ધોરણમાં તેમને 91 ટકા આવ્યા.

આવામાં અંસાર એક વખતે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરને મળ્યા. અને તેમનાથી પ્રભાવિત થઇ પુછ્યું કે ઓફિસર કેવી રીતે બનાય?. ત્યારે તેમને યુપીએસસી પરીક્ષા વિષે ખબર પડી. અને બસ ત્યારથી આ પરીક્ષા પાસ કરવા માટે તેમને મન બનાવી લીધું. જો કે યુપીએસસીની પરીક્ષાનો ખર્ચ ઉઠાવવા તેમણે હોટલમાં વેટર તરીકે કામ કર્યું. વધુમાં અંસારે કહ્યું કે 2015માં જ્યારે મેં યુપીએસસીની પરીક્ષા પાસ કરી તો મિત્રોએ પાર્ટી માંગી અને ત્યારે પણ પરિસ્થિતિ એવી હતી કે પાર્ટી આપવા માટે પણ ખિસ્સામાં પૈસા નહતા. હાલ અંસાર MSME અને પશ્ચિમ બંગાળ સરકારમાં OSD માં અધિકારી રીતે કાર્યરત છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો