સંશોધન: અકસ્માત દરમિયાન કારમાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજા અને મૃત્યુ થવાનું જોખમ વધુ રહેલું છે

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કારમાં આગળ બેઠેલા વ્યક્તિને ઇજાઓ અથવા મૃત્યુ થવાનું જોખમ વધારે રહેલું છે. પરંતુ કારનાં સેફ્ટ ફીચર્સ પર થયેલા નવા અભ્યાસનું પરિણામ ઊલટું આવ્યું છે. ઈન્શ્યોરન્સ ઈન્સ્ટિટ્યુટ ફોર હાઈવે સેફ્ટી (IIHS) અનુસાર, કારમાં આગળની સીટની તુલનામાં પાછળની સીટ પર બેઠેલા યાત્રીને ઈજાઓ અથવા મૃત્યુ થવાની સંભાવના વધુ હોય છે. આ સંશોધનમાં તેના ઘણાં કારણો ગણાવવામાં આવ્યાં છે.


117 દુર્ઘટનાગ્રસ્ત કાર પર કરવામાં આવ્યો અભ્યાસ

IIHSએ 117 અકસ્માત થયેલી કાર્સનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માત દરમિયાન પાછળની સીટ પર બેઠેલા મુસાફરો ક્યાં તો મૃત્યુ પામ્યાં હતાં અથવા તેમને વધુ ઇજા થઈ હતી. આ કિસ્સાઓ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આગળ અને પાછળની સીટ પર સેફ્ટી ફીચર્સ એકસમાન આપવામાં આવ્યા નથી. આવા એક્સિડન્ટના બનાવોમાં છાતીમાં ઈજા થઈ હોવાના કિસ્સા વધુ સામે આવ્યા હતા.

શોધ મુજબ, કારમાં આગળની સીટ માટે ઘણાં સુરક્ષા ફીચર્સ છે પણ પાછળ બેઠેલા યાત્રી માટે નથી.. રિસર્ચમાં ઓટો મોબાઇલ કંપનીઓને પાછળ બેઠેલા યાત્રીની સુરક્ષા માટે નવા ફીચર્સ આપવાની વિનંતી કરવામાં આવી છે

IIHS દ્વારા તાજેતરના સંશોધન અનુસાર, છેલ્લા થોડા વર્ષોમાં આગળની સીટ પર બેઠેલા મુસાફરોને સુરક્ષા આપવા માટે કારમાં ઘણાં એડવાન્સ ફીચર્સ આપવામાં આવ્યાં છે. પરંતુ પાછળની સીટ પર બેઠેલા મુસાફરો માટે કોઈ સેફ્ટી ફીચર આપવામાં આવ્યું નથી. આગળની સીટ પર બેઠેલા મુસાફર માટે સીટ બેલ્ટ, ફ્રન્ટ એરબેગ્સ અને કેટલીક કાર્સમાં સાઇડમાં પણ એરબેગ્સ લગાવવામાં આવી છે. જ્યારે કે પાછળ બેઠેલા મુસાફરો માટે માત્ર સીટ બેલ્ટ જ આપવામાં આવ્યો છે. સંશોધન અનુસાર, અકસ્માત સમયે આગળ બેઠેલા મુસાફરને બેલ્ટ અને એરબેગ્સ બચાવી લે છે.

આ સિવાય મુસાફરની બેસવાની રીત દબાણને રોકવામાં પણ મદદ કરે છે. જ્યારે પાછળની સીટ પર બેઠેલા યાત્રીની છાતીના ભાગ પર જે પ્રકારના દબાણ સાથે સુરક્ષા આપવામાં આવવી જોઇએ તે આપવામાં આવી નથી. આ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, પાછળ બેઠેલા પ્રવાસીને સેફ્ટીની નવી ટેકનોલોજીનો કોઈ ફાયદો મળતો નથી.

એસોસિયેશન ફોર સેફ ઇન્ટરનેશનલ રોડ ટ્રાવેલ અનુસાર, યુએસમાં દર વર્ષે કાર અકસ્માતોમાં 37,000 લોકો મૃત્યુ પામે છે. IIHSના અધ્યક્ષ ડેવિડ હાર્કનું કહેવું છે કે, આજના યુગમાં બેક સીટને સુરક્ષા આપવી બહુ જરૂરી છે કારણ કે, હવે કાર શેરિંગનો જમાનો આવ્યો છે. ‘ઉબર’ અને ‘લિફ્ટ’ જેવી કંપનીઓ કાર શેરિંગની સુવિધા પણ પૂરી પાડી રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો