સુરતમાં યોજાશે ઇન્ટરનેશનલ સમૂહલગ્ન, આ બિઝનેસમેન 45 જ્ઞાતિઓની 271 પિતાવિહોણી દીકરીઓનું કરશે કન્યાદાન

સુરતમાં આવનારી 21 અને 22 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ સમૂહલગ્ન યોજાશે. સુરતના ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ ગ્રુપ દ્વારા આ સમૂહલગ્ન યોજાશે. આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા,મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન યોજાશે. આ સમૂહલગ્નમાં દેશભરમાંથી આઇપીએસ અધિકારીઓ રાજકીય હસ્તીઓ અને મહાનુભાવો આવી કન્યાદાન કરશે. સુરતમાં પહેલી વખત 2 દિવસ સુધી આ સમૂહલગ્ન ચાલશે.

કુલ 45 અલગ અલગ જ્ઞાતિઓની દીકરીઓ

5 મુસ્લિમ દીકરીઓ,
39 આદિવાસી દીકરીઓ,
1 ઓરિષાની દીકરી,
1 નેપાળની દીકરી ,
2 મધ્યપ્રદેશની દીકરી,
1 કર્ણાટકની દીકરી ,
5 મહારાષ્ટ્ર,
1 રાજસ્થાન,
1. તેલંગાણા

તમને જણાવી દઇએ કે, પીપી સવાણી ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 3839 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે અને વર્ષ 2019માં 21 અને 22 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ સમૂહ લગ્ન યોજવા જઇ રહ્યા છે. સુરતના મોટા વરાછા અબ્રામા ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ પિતા વિહોણી દીકરીઓના પાનેતર નામના લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ યોજાનારા સમૂહ લગ્નોત્સવમાં 45 જ્ઞાતિઓની 271 દીકરીઓના લગ્ન થશે. આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન સહિતના રાજ્યમાંથી પણ પિતા વિહોણી દીકરીઓના લગ્ન યોજાશે. આ સમૂહલગ્નમાં લગ્નની સાથે મુસ્લિમ નિકાહ પણ યોજાશે.

લગ્નમાં 2500 દીકરીઓને મહેંદી મુકાશે, 2012થી શરૂ થયેલા લગ્નોત્સવ આ સતત આઠમાં વર્ષે યોજાવા જઈ રહ્યાં છે. જેમાં લગ્નોત્સવની શરૂઆત 19મી ડિસેમ્બરના રોજ અબ્રામામાં આવેલી રઘુવીર વાડીમાં સવારે આઠ વાગ્યે મહેંદી રસમથી થશે. જેમાં દુલ્હનની સાથે તેમની બહેન અને બીજા પરિવારજનો મળી કુલ 2500 જેટલી દીકરીઓના હાથ મહેંદી લગાવવામાં આવશે અને આ રીતે આ વર્ષના ધામધૂમથી સમૂહલગ્નનો આરંભ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો