એક દિવસ ગૌતમ બુદ્ધ એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. ગૌતમ બુદ્ધે નમન કરતા ઝુમવા લાગ્યું વૃક્ષ, આ જોઈને શિષ્ય ચોંકી ગયો, તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? જાણો ગૌતમ બુદ્ધે શું કહ્યું?
એક દિવસ ગૌતમ બુદ્ધ (God Buddha) એક વૃક્ષને નમન કરી રહ્યા હતા. આ જોઈને એક શિષ્યને નવાઈ લાગી હતી. તેણે બુદ્ધને પૂછ્યું કે ભગવાન તમે વૃક્ષને નમન કેમ કર્યા? શિષ્યની વાત સાંભળીને બુદ્ધે કહ્યું કે, શું આ વૃક્ષને નમન કરવાથી કંઈ અનહોની થઈ ગઈ ? બુધ્ધનો પ્રશ્ન સાંભળીને શિષ્ય બોલ્યો નહીં ભગવાન, એવી વાત નથી. પરંતુ હું આ જોઈને હેરાન થયું છે કે તમારા જેવા મહાન વ્યક્તિ આ વૃક્ષને નમસ્કાર કેમ કરી રહ્યા છે? આ વૃક્ષ તમારી વાતનો જવાબ આપી શકતું નથી અને તમારા નમન કરવા ઉપર ખુશ પણ થઈ શકતું નથી.
શિષ્યની વાત સાંભળીને બુદ્ધ હસવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે તમે ખોટું વિચારી રહ્યા છો. જેવી રીતે દરેક વ્યક્તિના શરીરની પોતાની ભાષા હોય છે. એવી રીતે પ્રકૃતિ અને વૃક્ષોની પણ એક અલગ ભાષા હોય છે. પોતાનું સન્માન થવા પર ઝુમીને પ્રસન્નતા અને કૃતજ્ઞતા બંને વ્યક્ત કરતા હોય છે.
આ વૃક્ષની બેશીને મેં સાધના કરી, આ વૃક્ષના પાંડદાઓએ મને શીતળતા આપી, તડકાથી મને બચાવ્યો. આ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવી મારું કર્તવ્ય છે. દરેકને પ્રકૃતિપ્રત્યે હંમેશા કૃતજ્ઞ બન્યા રહેવું જોઈએ કારણ કે પ્રકૃતિ જ આપણને સુંદર અને સુઘડ જીવન આપે છે.
ત્યારબાદ શિષ્યને વૃક્ષ સામે જોવાનો ઈશારો કરતા બુદ્ધે કહ્યું કે તું જરા આ વૃક્ષ તરફ જો આને મારા ધન્યવાદને કેટલી ખૂબસૂરતીથી લીધું છે. આનો જવાબ તે ઝુમીને આપી રહ્યો છે. ભવિષ્યમાં પણ તે બધાને આવી રીતે જ સેવા પ્રદાન કરશે.
બુદ્ધની વાત ઉપર શિષ્યએ વૃક્ષને જોયું તો તેને સાચે જ વૃક્ષ એક અલગ જ મસ્તીમાં ઝૂમી રહ્યું હતું. તેના ઝુમતા પાંદડા, શાખાઓ અને ફૂલ મનને એક અદભૂત શાંતિ આપી રહ્યા હતા. આ જોઈને શિષ્ય જાતે જ વૃક્ષના સમ્માનમાં ઝુમી ઉછ્યો હતો.