પ્રસૂતિની પીડા ઓછી કરવા નવતર પ્રયોગ: સિઝેરિયન ડિલિવરીની બોલબાલા વચ્ચે ગરમ પાણીના ટબમાં ડિલિવરીનું ચલણ વધ્યું, અત્યાર સુધી 19 ડિલિવરી કરી

સિઝેરિયન ડિલિવરીની બોલબાલા વચ્ચે હવે સુરત શહેરમાં ગરમ પાણીના ટબમાં ડિલિવરીનું ચલણ વધ્યું છે. જે નોર્મલ ડિલિવરીને પણ પ્રાધાન્ય આપે છે. ગાયનેકોલોજિસ્ટ ડો. ડિમ્પલ છટવાણી કહે છે કે આ રીતે ઘણી જ સેફ પણ છે. એક ટબમાં પાણી જરૂરિયાત મુજબ ગરમ પાણી ભરવામાં આવે છે. તેમાં પ્રસુતિની પિડા ઉપડવાના ત્રણ થી ચાર કલાક પહેલાં મહિલાને બેસાડવામાં આવે છે. પાણીમાં બીજા ઉપકરણો પણ હોય છે જેના આધારે ડિલિવરી સરળતાથી થઈ જાય છે. બાજુના બેડ પર આગળની સારવાર તરત શરૂ થઇ શકે છે.

પ્રસૂતાને ટબમાં બેસાડી ઉપકરણોની મદદથી થતી ડિલિવરી
જલ્પાબેન નામના એક મહિલાએ જણાવ્યું કે અન્ય ગાયનેકોલોજિસ્ટે સીઝરની વાત કરી હતી. જો કે, તેમણે સીઝર કરાવવું ન હોવાથી તેઓ ગરમ પાણીના ટબમાં થતી ડિલિવરી માટે ડોક્ટર ડિમ્પલને ત્યાં પહોંચ્યા હતા. આજે માતા અને બાળક બંને સેફ છે.

પ્રસુતિ બાદ પણ નવજાતને ગર્ભ જેવો જ અહેસાસ
ડો. ડિમ્પલ કહે છે કે આ રીતે કુલ 19 સફળ ડિલિવરી કરી છે. નવજાતને ગર્ભના વાતાવરણ જેવો જ અનુભવ થાય છે. માતાને પણ પ્રસૂતિની પીડા ઓછી થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો