હિંદુ પરંપરા મુજબ કંઈ તિથિએ કોનું શ્રાદ્ધકર્મ કરવું જોઈએ? જાણો પૂર્વજો માટે કરવામાં આવતા શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી
શનિવાર, 14 સપ્ટેમ્બરે ભાદરવા મહિનાની પૂનમ છે. 15 મીથી કૃષ્ણપક્ષની શરૂઆત થતાની સાથે જ શ્રાદ્ધપક્ષ શરૂ થશે. પિતૃપક્ષ શરૂ થવાની સાથે જ પિતૃઓ માટે શુભ કામ કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ જે-તે તિથિએ થયું હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આજે જાણો કંઈ તિથિએ કોનું શ્રાદ્ધકર્મ કરવું જોઈએ-
- ભાદરવી પૂનમ અને એકમ, 14 સપ્ટેમ્બર પૂનમનું શ્રાદ્ધ અને પહેલું શ્રાદ્ધ
જે લોકોનું મૃત્યુ પૂનમની તિથિએ થયું હોય, તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવું જોઈએ. આ તિથિથી પિતૃપક્ષની શરૂઆત થઈ જાય છે. એકમ તિથિએ એ લોકોનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે, જેમનું મૃત્યુ કોઈપણ મહિનાની એકમ તિથિએ થયું હોય. મોસાળ(નાના-નાની)ના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય અને જેમની મૃત્યુ તિથિની જાણ ન હોય તો તેમનું શ્રાદ્ધ એકમ તિથિએ કરવામાં આવે છે.
- બીજ, 15 સપ્ટેમ્બર, બીજું શ્રાદ્ધ
જે વ્યક્તિનું મૃત્યુ કોઈપણ મહિનામાં અને કોઈપણ પક્ષમાં બીજ તિથિએ મૃત્યુ થયું હોય તેમનું આ દિવસે શ્રાદ્ધ થઈ શકશે.
- ત્રીજ, 16 સપ્ટેમ્બર અને 17 સપ્ટેમ્બર, ત્રીજું શ્રાદ્ધ,
જે વ્યક્તિનું મૃત્યુ કોઈપણ મહિનામાં અને કોઈપણ પક્ષમાં ત્રીજ તિથિએ મૃત્યુ થયું હોય તેમનું આ દિવસે શ્રાદ્ધ થઈ શકશે. ત્રીજનું શ્રાદ્ધ બે દિવસ થઈ શકશે.
- ચોથ, 18 સપ્ટેમ્બર, ચોથું શ્રાદ્ધ,
જે વ્યક્તિનું મૃત્યુ કોઈપણ મહિનામાં અને કોઈપણ પક્ષમાં ચોથ તિથિએ મૃત્યુ થયું હોય તેમનું આ દિવસે શ્રાદ્ધ થઈ શકશે.
- પાંચમ, 19 સપ્ટેમ્બર, પાંચમું શ્રાદ્ધ
જેઓ પાંચમ તિથિએ મૃત્યુ પામ્યા હોય તેમનું શ્રાદ્ધ થઈ શકશે. સાથે જ કોઈ કુંવારા કે અવિવાહિત વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ થઈ શકશે.
- છઠ, 20 સપ્ટેમ્બર, છઠ્ઠું શ્રાદ્ધ,
જે વ્યક્તિનું મૃત્યુ કોઈપણ મહિનામાં અને કોઈપણ પક્ષમાં છઠ તિથિએ મૃત્યુ થયું હોય તેમનું આ દિવસે શ્રાદ્ધ થઈ શકશે.
- સાતમ, 21 સપ્ટેમ્બર, સાતમું શ્રાદ્ધ,
જે વ્યક્તિનું મૃત્યુ કોઈપણ મહિનામાં અને કોઈપણ પક્ષમાં સાતમ તિથિએ મૃત્યુ થયું હોય તેમનું આ દિવસે શ્રાદ્ધ થઈ શકશે.
- અષ્ટમી, 22 સપ્ટેમ્બર, આઠમું શ્રાદ્ધ
જે વ્યક્તિનું મૃત્યુ કોઈપણ મહિનમાં અને કોઈપણ પક્ષમાં આઠમ તિથિએ મૃત્યુ થયું હોય તેમનું આ દિવસે શ્રાદ્ધ થઈ શકશે.
- નવમ 23 સપ્ટેમ્બર, નવમું શ્રાદ્ધ
નવમી તિથિએ માતાનું શ્રાદ્ધ કરવાની પરંપરા છે. જો કોઈ મહિલાનું મૃત્યુ થયું હોય અને મૃત્યુની તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ નવમી તિથિ ઉપર કરવામાં આવે છે. સાથે જ આ તિથિએ જે પિતૃ મૃત્યુ થયું હોય તેમનું શ્રાદ્ધ થઈ શકશે.
- દસમ, 24 સપ્ટેમ્બર, દસમું શ્રાદ્ધ
દસમની તિથિએ મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ દસમી તિથિએ કરવામાં આવે છે.
- અગિયારસ અને બારસ 25 સપ્ટેમ્બર અગિયારમું અને બારમું શ્રાદ્ધ
જે વ્યક્તિનું મૃત્યુ કોઈપણ મહિનામાં અને કોઈપણ પક્ષમાં અગિયારસ કે બારસની તિથિએ થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે થઈ શકશે.
- તેરસ, 26 સપ્ટેમ્બર, તેરમું શ્રાદ્ધ
જો કોઈ બાળકનું મૃત્યુ થયું હોય અને તેમની મૃત્યુ તિથિની જાણ ન હોય ત્યારે તેરસના દિવસે બાળકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, સાથે જ આ તિથિએ મૃત્યુ પામ્યાં હોય તેમનું પણ શ્રાદ્ધ થઈ શકશે.
- ચૌદશ તિથિ, 27 સપ્ટેમ્બર, ચૌદમું શ્રાદ્ધ,
જે લોકોનું મૃત્યુ આકસ્મિક દુર્ઘટનામાં થયું હોય, તેમનું શ્રાદ્ધ ચતુર્દશી તિથિએ કરવું જોઈએ. સાથે જ આ તિથિએ મૃત્યુ પામ્યાં હોય તેમનું પણ શ્રાદ્ધ થઈ શકશે.
- શનિશ્ચરી અમાસ, 28 સપ્ટેમ્બર, સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ
સર્વપિતૃ મોક્ષ દાયિની અમાસ પર જાણીતા- ન જાણીતા બધા મૃત પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ. સાથે જ અમાસે મૃત્યુ પામ્યા હોય તેમનું પણ શ્રાદ્ધ કરી શકાશે
આ પખવાડિયા દરમિયાન હિંદુ પરંપરા મુજબ સ્વર્ગસ્થ પિતૃઓની યાદમાં પિંડદાન કરવામાં આવે છે. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવતા સંસ્કાર તેનો પુત્ર જ કરતો હોય છે. શાસ્ત્રો મુજબ પુત્ર જ પિતાને પુ નામક નરકથી મુક્તિ અપાવે છે તેવા ઉલ્લેખો છે, આ જ કારણથી તેને પુત્ર કહેવામાં આવે છે.
पु नामक नरक त्रायते इति पुत्रः
પુત્ર દ્વારા પિંડદાન, તર્પણ વગેરે કરવાથી પિતાની આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ જ કારણથી પુત્રને જ શ્રાદ્ધ, પિંડદાનનો અધિકારી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને પુત્ર ન હોય તો તેના સ્થાન પર શ્રાદ્ધ, પિંડદાન વગેરે કોણ કરી શકે છે તે સંબંધમાં ધર્મ ગ્રંથોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
- સ્વર્ગસ્થ પિતાનું શ્રાદ્ધ પુત્રએ જ કરવું જોઈએ. પુત્ર ન હોય તો પત્ની પણ શ્રાદ્ધ કરી શકે છે.
- સ્વર્ગસ્થ વ્યક્તિનિ પત્ની ન હોય તો સગા ભાઈ અને તે પણ ન હોય તો કુટુંબની કોઈ વ્યક્તિ શ્રાદ્ધ કરી શકે છે.
- એકથી વધુ પુત્રો હોય તો સૌથી મોટા પુત્રએ શ્રાદ્ધ કરવું. પુત્ર ન હોય તો પૌત્ર અથવા પ્રપૌત્ર શ્રાદ્ધ કરી શકે છે.
- સ્વર્ગસ્થ વ્યક્તિનો કોઈ પુત્ર, પૌત્ર અથવા પુત્રીનો પુત્ર ન હોય તો ભત્રીજો પણ શ્રાદ્ધ કરી શકે છે.
- પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર ન હોય તો વિધવા સ્ત્રી શ્રાદ્ધ કરી શકે છે. પુત્રીનો પતિ અને પુત્ર શ્રાદ્ધ કરી શકે છે.
- પત્નીનું શ્રાદ્ધ પતિ ત્યારે જ કરી શકે છે, જ્યારે તેને પુત્ર ન હોય, જો તેને પુત્ર હોય તો પુત્રએ જ શ્રાદ્ધ કરવું.
- સ્વર્ગસ્થ વ્યક્તિના કોઈ ન હોય તો દત્તક લીધેલો પુત્ર પણ માતા-પિતાનું શ્રાદ્ધ કરી શકે છે.