સોરઠના સંતની દિલેરી: દાનમાં આપેલી 27 વીઘા જમીન પરિવાર ગરીબીમાં આવતા પરત કરી

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દાનમાં મળેલી 27 વીઘા જમીન દાનવીર પરિવાર ગરીબ થઇ જતા તેને પરત આપી હતી. રાજકોટમાં રહેતા રસિકલાલ એન્ડ કંપનીના પરિવારે રૂદ્રગીર આશ્રમના મંહત ઇન્દ્રભારતી બાપુને સાસણ નજીક 14 વર્ષ પહેલા રાજીખુશીથી 27 વીઘા જમીન દાનમાં આપી હતી. આ જમીન પર બાપુએ 400 આંબા વાવી ફાર્મ હાઉસ જેવું સ્વરૂપ આપ્યું હતું. પરંતુ વર્તમાનમાં વ્યવસાયમાં ખોટ આવતા રસિકલાલ એન્ડ કંપની પરિવારને આ જમીન મહંતે પરત કરવાની જાહેરાત સંતવાણીના કાર્યક્રમમાં કરી હતી.

રાજકોટના પરિવારે 2004માં બાપુને 27 વીઘા જમીન દાનમાં આપી હતી

જૂનાગઢ ભવનાથના ઇન્દ્રભારતી બાપુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આર્થિક મંદીમાં સપાડાયેલા રાજકોટના સંતપ્રેમી પરિવાર હંમેશા સંતો-મહંતોની સાથએ રહ્યો છે. આજે તે મુશ્કેલીમાં હોય તો સાધુએ પણ તેની ફરજ ન ભૂલવી જોઇએ. તેનું ઋણ ચૂકવવા 14 વર્ષે તેને આ જમીન પરત આપવાનું નક્કી કર્યું છે. 2004માં આ જમીન દાનમાં આપી હતી. ત્યારબાદ તબક્કાવાર વૃક્ષો, આંબાઓ વાવી તેનો વિકાસ કરી ફળદ્રુપ બનાવવામાં આવી હતી. રાજકોટની વ્યવસાય પેઢી રસિકલાલ એન્ડ કંપનીને આર્થિક થપાટ લાગી હોવાનું જાણવા મળતા શ્રાવણી અમાસના દિવસે તેરા તુજકો અર્પણ એવા ભગવાનના વણલેખા નિયમને અનુરૂપ તેને આ જમીન પરત આપવાનો નિર્ણય કર્યો છે.

શું કહે છે રસિકલાલ એન્ડ કંપની પરિવારના મોભી

રસિકલાલ એન્ડ કંપની પરિવારના મોભી જયદેવભાઇ દવેએ જણાવ્યું હતું કે, 2004માં દાનમાં 27 વીઘા જમીન આશ્રમને દાનમાં આપી હતી. 2006માં ધંધામાં મોટુ નુકસાન આવ્યું. બાપુને એવું થયું કે મારો શિષ્ય હેરાન છે તો ગુરુ કેમ સારો હોય મને રિટર્ન ગિફ્ટ આપી છે. આમાંથી સારા રૂપિયા કમાય બીજા 100 પરિવારને રોટલા આપજે, સાધુની મિલકત રાષ્ટ્રની જ હોય એવું બાપુએ કહ્યું હતું. ઘર અને અન્ય મિલકત વેચી નાંખી હતી. તેમ છતાં આર્થિક હાલત ખરાબ હતી. ડીઝલ એન્જિન એક્સપોર્ટ કરવાનો વ્યવસાય હતો.

આજે એક દિવસનો આ જગ્યાનો મહંત, આવતીકાલથી બાપ આ બધું તારુ

સાસણ નજીક દેવળિયા પાર્ક પાસે જૂનાગઢ ભવનાથ રૂદ્રજાગીર આશ્રમ ઇન્દ્રભારતી બાપુએ શ્રાવણી અમાસની રાત્રીએ ડાયરામાં કહયુ હતું કે લાખોની જમીનનો ભાવ અત્યારે કરોડોમાં છે અને આજનો દિવસ આ જગ્યાનો મહંત છું કાલથી બાપ તારુ, તારે રાખવુ, વેંચવુ તારે…પણ  તારા પરિવારનું છે. કાલથી માલિક તું છે. આ અંગેનો વિડિઓ સોશિયલ મિડિયામાં વહેતા થતાં લોકોએ પણ મહંત ઇન્દ્રભારતી બાપુની મહાનતાં ને બિરદાવી હતી.

રાજકોટમાં કે. રસિકલાલ કંપનીનો બંગલો એટલે લોકકલાકારો, સંતોનું સરનામું હતું

સૌરાષ્ટ્રના કોઇ પણ લોકગાયક, કલાકાર, સાહિત્યકાર, હાસ્ય કલાકાર રાજકોટમાં આવે તો કાર્યક્રમ ગમે તે જગ્યાએ હોય તેમનું ઉતારાનું સરનામું રસિકભાઇ દવે એટલે કે કે.રસિકલાલ એન્ડ કંપનીવાળા રસિક કાકાનું ભકિતનગર સર્કલ  પાસે આવેલ બંગલો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો