કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, બે ઘાયલ, ભારતીય દૂતાવાસ ઘાયલ થયેલા વિદ્યાર્થીઓના મિત્રોના સંપર્કમાં
કેનેડામાં શનિવારે એક ભયાનક કાર અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. કેનેડામાં ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમની સારવાર ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના 13 માર્ચે ટોરન્ટો પાસે ઘટી હતી. ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ અકસ્માતમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓના મિત્રોના સંપર્કમાં છે.
પેસેન્જર વેન દ્વારા કરી રહ્યા હતા મુસાફરી
આ તમામ લોકોને સંપૂર્ણ સહાય આપવામાં આવી રહી છે. અજય બિસારિયાએ ટ્વિટ કરીને ભારતીય વિદ્યાર્થીઓના મોત પર શોક વ્યક્ત કર્યો છે. કેનેડાની પોલીસે જણાવ્યું કે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓની ઓળખ હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ભારતીય વિદ્યાર્થીઓ શનિવારે સવારે એક પેસેન્જર વેન દ્વારા હાઈવે 401 પર મુસાફરી કરી રહ્યા હતા.
આ દરમિયાન સવારે લગભગ 3.45 વાગે તેમની વાન ટ્રેક્ટર ટ્રેલર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ સુધી કોઈની સામે કેસ નોંધવામાં આવ્યો નથી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ એક અકસ્માત હતો. અમે અત્યારે આના પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓ મોન્ટ્રીયલ અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં આવેલી સ્કુલોમાં અભ્યાસ કરતા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..