ગુજરાતી યુવાનોની આપવીતી: વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે, રાતના સમયે ચાલીને પોલેન્ડ પહોંચ્યા તો ત્યાંથી કોઈ ભારત આવવા આયોજન જ નથી

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા સરકારે મોટા ઉપાડે હેલ્પલાઈન શરૂ કરી દીધી છે. પરંતુ યુક્રેનમાં ભારતીય દુતાવાસ જાણે નીષ્ક્રીય હોય તેમ ભારતના વિદ્યાર્થીઓ હાલ ભગવાન ભરોસે છે. વિદ્યાર્થીઓને પોલેન્ડ જવાનો મેસેજ અપાયા બાદ વાહનની કોઈ વ્યવસ્થા ન થતા વિદ્યાર્થીઓ ચાલીને પોલેન્ડ પહોંચ્યા હતા. જયાં ભારત આવવા કોઈ આયોજન હતુ નહી. બીજી તરફ રોમાનીયાથી ભારતની ફલાઈટ ઉપડી હતી. હાલ મૂળીના એક વિદ્યાર્થી સહીત અનેક ભારતીય પોલેન્ડની સરહદ પર રસ્તા પર રાત વીતાવી રહ્યા છે.

યુક્રેન અને રશીયા વચ્ચે યુધ્ધની શરૂઆત થઈ ચુકી છે. રશીયા દરરોજ મીસાઈલ છોડી બોમ્બ બ્લાસ્ટ કરી રહી છે. આવા સમયે યુક્રેનમાં મેડીકલના અભ્યાસ અર્થે ગયેલા ઝાલાવાડના, ગુજરાત અને ભારતના હજારો વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમાં મૂળી તાલુકાના દૂધઈ ગામે રહેતા મહાવીરભાઈ જોરૂભાઈ કરપડાનો પણ સમાવેશ થાય છે. મહાવીરના કાકા રામકુભાઈના જણાવાયા મુજબ યુક્રેનમાં ભારતીય દુતાવાસ જાણે નીષ્ક્રીય હોય તેમ વિદ્યાર્થીઓને પરત મોકલવા કોઈપણ કાર્યવાહી કરાઈ રહી નથી. હાલ યુક્રેનમાં વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે છે. મોટા ઉપાડે હેલ્પલાઈન નંબરો શરૂ કરાયા છે પરંતુ આ નંબરો પરથી અમારા લાડકવાયા કયારે આવશે અને કઈ રીતે આવશે તેની કોઈ માહીતી આપવામાં આવતી નથી. મહાવીરભાઈએ અઠવાડીયા પહેલા રૂપીયા 32 હજારમાં ભારત આવવા માટે ટીકીટ બુક કરાવી હતી. જેમાં ફલાઈટ કેન્સલ થતા હજુ સુધી ટીકીટનું રીફન્ડ મળ્યુ નથી. ત્યારે નવી ટીકીટનો ભાવ રૂપીયા 72 હજાર કરી દેવાયો છે.

મહાવીરભાઈને ઈન્ડીયન એમ્બેસી દ્વારા મેસેજ કરીને પોલેન્ડ જવાનું કહેવાયુ હતુ. ટેકસીવાળા પણ રસ્તામાં ઉતારીને જતા રહ્યા હતા. આથી મૂળીના વિદ્યાર્થી સહીતના વિદ્યાર્થીઓને ચાલીને જવાનો વારો આવ્યો હતો. દુતાવાસે વિદ્યાર્થીઓને પોલેન્ડ મુકવાની પણ કોઈ વ્યવસ્થા કરી ન હતી. જયારે પોલેન્ડ પહોંચ્યા બાદ ત્યાંથી કોઈ ફલાઈટ ભારતની ઉપડનાર ન હોવાની માહીતી મળી હતી. બીજી બાજુ યુક્રેનના એક છેડે પોલેન્ડથી બીજા છેડે રોમાનીયા એટલે કે, 100થી 1200 કીમી દુર છે. હાલ પોલેન્ડની સરહદ પર રહેલા વિદ્યાર્થીઓને ભારત આવવા માટે રોમાનીયા જવુ અશકય છે. કારણ કે, તેમને પુરો દેશ વીંધવો પડે અને દેશમાં ગમે તે સમયે બોમ્બબ્લાસ્ટ થઈ રહ્યા છે. મહાવીરભાઈની સાથે સુરેન્દ્રનગરના કોઈ વિદ્યાર્થી નથી પરંતુ એક કચ્છના અને અન્ય રાજયોના 40 જેટલા વિદ્યાર્થીઓ છે. હાલ આ વિદ્યાર્થીઓએ પોલેન્ડની સરહદ પર ડેરો જમાવ્યો છે. સરકાર તાકિદે કોઈ નીર્ણય કરે અને ઝાલાવાડ સહીત રાજય અને દેશના વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરે તેવી આશા રામકુભાઈએ વ્યકત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો