વિશ્વભરમાં ભારતીયોનો ડંકો વાગી રહ્યો છે. વિદેશોમાં ભારતીય મૂળના લોકો દેશનું સતત ગૌરવ વધારી રહ્યા છે, જેમાં તાજેતરમાં જ ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. હવે વધુ એક ભારતીય સીઈઓ જગદીપ સિંહની પણ ચર્ચા થઈ રહી છે અને તેનુ કારણ છે તેમનુ પગાર પેકેજ. અમરિકન સ્ટાર્ટ અપ કંપની ક્વોન્ટમસ્કેપ કોર્પના સીઈઓ તરીકે નિમાયેલા જગદીપ સિંહને કંપનીએ 17500 કરોડ રૂપિયાનુ પેકેજ આપવાનુ નક્કી કર્યુ છે.
અમેરિકાની એક સ્ટાર્ટઅપ કંપની ક્વાંટમસ્કેપે પોતાના ભારતીય મૂળના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જગદીપ સિંહને અબજો ડોલરનું સેલેરી પેકેજ ઓફર કર્યું છે. આ કંપની સોલિડ વેસ્ટ બેટરી બનાવાનું કામ કરે છે.
આટલું મોટું છે જગદીપનું મોટું સેલરી પેકેજ
QuantumScape Corp. એ પોતાના શેરધારકોની બેઠકમાં જગદીપ સિંહ માટે અબજો ડોલરના પગાર પેકેજને મંજૂરી આપી દીધી છે. તેમને પગારના ભાગરૂપે કંપનીના શેર ફાળવવામાં આવશે. પ્રોક્સી એડવાઈઝરી ફર્મ ગ્લાસ લુઈસના અંદાજ મુજબ જગદીપ સિંહને ફાળવવામાં આવનાર કંપનીના શેરની કિંમત લગભગ 2.3 અબજ ડોલર (લગભગ 174.86 અબજ રૂપિયા) હોઈ શકે છે.
સ્ટાર્ટઅપ કંપનીઓ આપી રહી છે મોટુ સેલરી પેકેજ
તાજેતરના સમયમાં કંપનીના ટોચના અધિકારીઓને મોટા પગાર પેકેજ આપવાની નવી પરંપરા જોવા મળી રહી છે. ખાસ કરીને ટેસ્લા ઇન્ક. સ્ટાર્ટઅપની સફળતા બાદ કંપનીઓ ઝડપથી આગળ વધી રહી છે અને પોતાના વરિષ્ઠ અધિકારીઓને લાખો ડોલરના પગાર પેકેજ આપી રહી છે. ટેસ્લાની સફળતાએ કંપનીના સીઈઓ એલોન મસ્કને વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન આપ્યું છે.
જગદીપે મુશ્કેલ લક્ષ્યોને પૂર્ણ કરવા પડશે
જગદીપને મોટું સેલરી પેકેજ આપવાનો કંપનીની અંદર વિરોધ પણ થયો હતો, પરંતુ બ્લૂમબર્ગના મતે QuantumScape Corp. એ પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે અમે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવામાં અને પછી તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં માનીએ છીએ. કંપનીના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે જગદીપે તેમના પગાર પેકેજને યોગ્ય ઠરવવાનું છે. કેટલાંય અદ્ભુત કામ કરવા પડશે.
QuantumScape Corp. માં ફોક્સવેગન એજી અને બિલ ગેટ્સ વેન્ચર ફંડમાં પણ રોકાણ ધરાવે છે. આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવી શકાય, QuantumScape Corp. તેના માટે બેટરીની નેક્સ્ટ જનરેશન પર કામ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..