ભારતીય સેનાએ કરી કમાલ: 96 ટીમોને ધૂળ ચટાડી મિલિટરી પેટ્રોલ ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ મેડલ
- ઇન્ડિયન ફ્રન્ટિયર ફોર્સે મિલિટરી પેટ્રોલ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો
- ભારતીય સેનાએ આ સ્પર્ધામાં 96 ટીમોનો સામનો કર્યો હતો
- યુકેમાં યોજાયેલી કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં ભારતીય સેનાએ કરી કમાલ
ભારતીય સેનાએ વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે. ભારતીય સેનાની 4/5 ગોરખા રાઇફલ્સ (ફ્રન્ટીયર ફોર્સ) ની ટીમે 13 થી 15 ઓક્ટોબર 2021 દરમિયાન યુકેના બ્રેકન વેલ્સમાં પ્રતિષ્ઠિત કેમ્બ્રિયન પેટ્રોલ અભ્યાસમાં ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ કરતા ગોલ્ડ મેડલ જીત્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
બ્રિટીશ આર્મી દ્વારા આયોજીત એક્સ કેમ્બ્રિયન પેટ્રોલને માનવીય સહનશક્તિ, ટીમ સ્પિરિટની મહત્વની કસોટી માનવામાં આવે છે અને કેટલીક વખત તેને વિશ્વભરની સેનાઓમાં લશ્કરી પેટ્રોલિંગની ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સેનાની ટુકડીએ આ સ્પર્ધામાં ભાગ લેતા કુલ 96 ટીમો સામે સ્પર્ધા કરી હતી, જેમાં વિશ્વભરમાંથી વિશેષ દળો અને પ્રતિષ્ઠિત રેજિમેન્ટનું પ્રતિનિધિત્વ કરતી 17 આંતરરાષ્ટ્રીય ટીમો સામેલ હતી.
અભ્યાસ દરમિયાન દુર્ગમ વિસ્તાર અને તીવ્ર ઠંડા હવામાનમાં આ સૈન્ય દળોના પ્રદર્શન માટે ટીમોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અભ્યાલ દરમિયાન વિશ્વની દુર્ગમ પરિસ્થિતિઓ ઉપરાંત વિવિધ પડકારોનો સામનો કરવામાં આવ્યો, જેથી યુદ્ધની પરિસ્થિતિમાં તેમની પ્રતિક્રિયાનું મુલ્યાંકન કરી શકાય. ભારતીય સૈન્યની ટીમની તમામ ન્યાયાધીશો દ્વારા ખાસ કરીને તેમની ઉત્તમ નેવિગેશન કુશળતા, પેટ્રોલિંગ આદેશ પુરા કરવા અને સમગ્ર શારીરિક સહનશક્તિ માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
બ્રિટિશ આર્મીના ચીફ ઓફ જનરલ સ્ટાફ, જનરલ સર માર્ક કાર્લટન-સ્મિથે 15 ઓક્ટોબર 2021 ના રોજ એક ઔપચારિક સમારોહમાં ટીમના સભ્યોને ગોલ્ડ મેડલ આપ્યા હતા. આ વર્ષે, ભાગ લેતી 96 ટીમોમાંથી, માત્ર ત્રણને આંતરરાષ્ટ્રીય પેટ્રોલિંગ ટીમના આ અભ્યાસના છઠ્ઠા તબક્કા સુધી ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..