રોજ ઉઠીને સવા લીટર પાણી પીવાથી અનેક રોગો છૂં મંતર થઈ શકે છે, વૉટર થેરાપીના જાણકાર ભરત શાહે જણાવી વોટર થેરાપીની અજાણી વાતો..

આદર્શ અમદાવાદના સ્થાપક ભરત સાહે ફેસબૂક લાઇવના માધ્યમથી વિશ્વની અતિ ચમત્કારીક એવી વૉટર થેરાપી (water therapy) વિશે રોચક વાતો કરી હતી. તેમણે આ થેરાપીના સ્થાપક ડૉ.બેટમેન ગેલ્જે શોધેલી વૉટર થેરાપીની વાતો કરી હતી. શરીરમાં 73 ટકા પાણીનો ભાગ છે અને પાણીની અછત માણસના શરીરને તોડી નાંખે છે. આમ શરીરને યોગ્ય સમયે અને યોગ્ય રણનીતિથી પાણી આપવામાં આવે તો કેટલાય રોગો દૂર કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આદર્શ અમદાવાદના ફેસબૂક લાઇવમાં થયેલી રોચક વાતો
ડો બેટમેન.(ડૉ.બી) ઇરાનિયન ડૉક્ટર હતા. તેમને યુદ્ધકેદી તરીકે વર્ષ 1979માં જેલવાસ દરમિયાન જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. જેલમાં જેવી રીતે કેદીઓ તકલીફમાં હતા એની વચ્ચે એમણે જેલના મેનેજમેન્ટ પાસે પરવાનગી માંગી કે મને થોડા સાધનો અને વ્યવસ્થા કરી આપો તો કેદીઓનો ઉપયાર કરૂં પરંતુ જેલ પ્રસાશને તેમની વાત માની નહીં પછી તેમણે પાણી પરના પ્રયોગો શરૂ કર્યા. તેમના આશ્ચર્ય વચ્ચે પાણીના પ્રયોગોનાં સકારાત્મક પરિણામ મળ્યા. તેમણે જેલમાં આવતા અને જતા આ કેદીઓને સારવાર આપી. તેમણે ત્રણ વર્ષ દરમિયાન 3000 કેદીઓને સારવાર આપી હતી.

એમને એવું જાણવા મળ્યું કે પાણી માણસના સ્વાસ્થ્યમાં ગજબનો ભાગ ભજવે છે. તેમણે એક દર્દીને તો ફક્ત પાણીની થેરાપીથી જ મરતો બચાવ્યો હતો. એમના સંશોધનને સમગ્ર વિશ્વમાં બહાલી આપવામાં આવી હતી. એમને આજીવન કેદની સજા હતી તે પછીથી પાછી ખેંચી લેવામાં આવી હતી. તેઓ 1982માં મુક્ત થયા હતા. તેમણે જેલમાંથી બહાર નીકળી અને મોટાપાયે આ પ્રયોગો કર્યા. તેમણે 20-22 વર્ષ સુધી હજારો લોકો સુધી પાણીના પ્રયોગોમાં પોતાનું પુરૂં જીવન લગાવી દીધું.

ડૉ. બેટમેનની વૉટર થેરાપી
ડૉ. બીના કહેવા પ્રમાણે મોટાભાગના રોગો જે ચેપી નથી તે આપણા શરીરમાં પાણી ન હોવાના કારણે થાય છે. આપણા શરીરમાં કેવી આશ્ચર્યજનક ઘટના છે. ડૉ.બીએ આ સંશોધન કર્યુ છે. તે વિશ્વના મોટા ડૉક્ટર હતા. શરીરના જેટલા પણ દુ:ખાવ છે, જેમ કે કાન, માથાનો કમરનો, પીઠનો દુ:ખાવા છે. તેનું એક માત્ર કારણ ડૉ.બીના કારણે પાણીનો અભાવ છે. તેમણે 20,000 દર્દીઓને પાણીના અભાવે મુક્ત કર્યા. 1982 પછી તે અમેરિકા ગયા હતા અને તેમમે સંશોધન કર્યુ હતું. મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે.

વૉટર થેરાપીની શરૂઆત ક્યારથી થઈ શકે?
તમે ક્યારથી પણ વૉટર થેરાપીની શરૂઆત કરી શકો છો. પુખ્તવયના લોકો માટે ડૉ.બીએ 20000 દર્દીના પ્રયોગો પરથી નક્કી કર્યુ છે. તેમણે જણાવ્યું કે સવારે ઉઠીને વ્યક્તિને 1.15 લીટર પાણી ઉઠીને પીવું જોઈએ. આ આપણે પ્રથમ દિવસથી શરૂ કરવાનું છે. બની શકે કે તમે પ્રથમ દિવસે આટલું પાણી ન પી શકો તો તમે જેટલી ઓછી ક્વૉન્ટીટી પી શકો એટલું પીતા જાવ. વૉટર થેરાપીનું આચરણ ત્યારથી ગણાશે જ્યારથી તમે રોજનું સવા લીટર પાણી પીશો. એમા તો સવા લીટર પાણી પીને જ આગળ વધવાનું છે. આ પાણી પીધા પછી એક પણ કલાક સુધી ચા-કોફી સિવાયનો કોઈ પણ ખોરાક લેવાનો નથી. તમારા શરીરના તમારા અંગો સુધી આ પાણી પહોંચવા દેવાનું છે. આ શોધ ગજબની છે. મારો આત્મવિશ્વાસ થઈ ગયો છે. જો વિશ્વ આ પાણીના પ્રયોગમાં જાય તો WHOએ સ્વીકારવું પડે કે આ આટલો બધો ક્વીક ફાયદો આ પાણીની શરૂઆતથી થઈ શકે.

કેવું પાણી પીવું?
ઘરનું જે સાદું પાણી પીતા હોય તે જ પાણી પીવો. પણ જો તમે ફ્રીજનું પાણી પીતા હોય તો તે વૉટરથેરાપીમાં કામ નહીં લાગે. સહેજ હૂંફાળું પાણી તમે પી શકો. રોજ સવા લીટર પાણી તમારા પેટમાં જવું જોઈએ.

પાણી કેવી રીતે પીવું?
પાણી ઊભા ઊભા કે ઉતાવળમાં ન પીવું. તમે કુદરતને તમારી જાતને આપી રહ્યા છો. તમે તન-મનને પ્રફુલ્લિત કરવા જઈ રહ્યા છો તેવા ભાવ સાથે પાણી પીવું. ગળાની તરશ પાણીની અછતનો માર્ગદર્શક નથી. જોકે, શરીરમાં સવારે 1.15 લીટર પાણી પી લીધા પછી દિવસ દમિયાન શરીરની જરૂરિયાત મુજબ અને તરસ મુજબ પાણી પીતા રહેવું શરૂઆતમાં તો 1.15 લીટર પાણી પીવાનું જ છે.

પાણી ક્યારે ન પીવું?
દિવસમાં સવારે પાણી પીધા બાદ એક કલાક કઈ ખાવું પીવું નહીં. ત્યારબાદ ભોજનના 45 મિનિટ પહેલાં અને પછી પાણી પીવું નહીં. ભોજન બાદ જે લોકો ધરાઈને પાણી પીવે છે તે લોકોએ આ ટેવ ટાળવી જોઈએ. આદર્શ અમદાવાદના પ્લેટફોર્મ પરથી આપણે આ પ્રયોગને લઈ જઈ શકીએ છે. 50 ટકા દર્દીઓ વૉટર થેરાપીથી દર્દીઓ દર્દી જ નહીં રહે. આમા કોઈ નુકશાન નહીં થાય.

સ્નાન પહેલાં 150 એમ.એલ પાણી પીવું
બ્લડપ્રેશર કાબૂમાં રાખવા માટે વૉટરથેરાપીની ટીપ્સ મુજબ તમારે નહાતા પહેલાં 150 એમ.એલ. પાણી પી લેવું જોઈએ. તબીબોના અનુભવો મુજબ સ્નાન કરતા પહેલાં 150 એમ.એલ પાણી પીવાથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે.

સૂતાં પહેલાં 1 ગ્લાસ પાણી પીવું
તબીબોના જણાવ્યા મુજબ સૂતાં પહેલાં 150 એમ.એલ. પાણી પીવાથી પક્ષઘાત લકવો જેવી બીમારી થતી નથી. આ પણ તબીબોએ જણાવેલો સાર્થક પ્રયોગ છે.

ક્યાં સુધી પાણી પીવું?
વૉટરથેરાપી તમારે જીવન પર્યન્ત પીવાનું છે. તમારે આજીવન પાણી પીવાનું છે. જ્યારે આપણે સવા લીટર પાણી પીએ ત્યારે આપણે વાસી મોઢે રોજ સવા લીટર પાણી પીવું જોઈએ. આપણા શરીરના સ્વાસ્થ્યના દૃષ્ટીએ વાસી થૂંક ખૂબ સારૂં છે તેથી દંતમંજન કર્યા વગર પાણી પીવું જોઈએ.

હું કેટલા સમયમાં રોગ મુક્ત થઈશ?
આ સવાલનો જવાબ છે કે તમે જ્યારથી વૉટર થેરાપી શરૂ કરશો ત્યારથી કાઉન્ટ ડાઉન થશે. જો તમે 6 મહિના રેગ્યુલર આ પ્રેક્ટિસ ફૉલો કરશો તો 6 મહિનામાં જ પરિણામ મળશે. આ સહેલામાં સહેલી જ થેરાપી છે. મફત છે.

કિડની તકલીફ હોય કે અન્ય ગંભીર રોગ હોય તો તબીબની સલાહ લેવી
જેમને કિડનીની તકલીફ હોય કે અન્ય ગંભીર બીમારી હોય તેમણે તબીબની સલાબ મુજબ પાણી પીવાનું હોય તે આ વૉટર થેરાપી ન કરી શકે. આવા લોકોએ પાણી તબીબની સલાહ મુજબ પીવાનું રહે છે.

બાળકો અને ગર્ભવતી મહિલાઓએ કેટલું પાણી પીવું?
થેરાપી મુજબ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભવતી મહિલાઓને 1.15 લીટર પાણી પીવું નહીં. આ બંને કેટેગરીના લોકો માટે 400 એમએલ પાણી રોજ ઉઠીને આપવું.

શું કાળજી રાખવી ?
વૉટર થેરાપીમાં શું કાળજી રાખવી તેનો સવાલ છે કે આપણે ચા-કોફી અને કાર્બોનેટેડ વૉટર એટલે કે ઠંડા-પીણા ન પીવા જોઈએ. આ આદતોના કારણે પાણીની અછત સર્જાય છે. જેમને ટેસ્ટ માટે જીવવું છે તેમના માટે આ સલાહ નથી.

સવારે ઉઠવાનો અને પાણી પીવાનો સમય નક્કી કરવો
જો આપણે કુદરતના નિયમ મુજબ લયમાં રહેવું હોય તો સવારે ઉઠવાનો અને પાણી પીવાનો સમય નક્કી કરી દેવો જોઈએ. આ સમયમાં અપવાદ હોઈ શકે પરંતુ તમારે અસરકાર રીતે આ થેરાપીનો અમલ કરવો હોય તો સમયસર આ પાણી પીવું જોઈએ. જે કરી શકે તેમના માટે ભોજનનાં સમય પણ નક્કી કરો. તમારે બપોરે લંચ અને ડીનરનો સમય પણ નક્કી કરી દેવો જોઈએ.

પાણીની અછતના લીધે શરીરમાં શું શું થાય?
આપણા શરીરમાં પાણીનો ભાગ 73 ટકા છે. આપણા શરીરમાંથી પાણીની અછત થાય તો રોગો ઉદભવે તેની વાત ડૉ.બેટમેન ગેલીજે આપી છે. હું છેલ્લા 15 વર્ષથી મેં આ વૉટર થેરાપીની અસ્ખલિત પ્રેક્ટિસ કરી છે. હું મલ્ટી થેરાપિસ્ટ છું. હું મારા જીવનમાં ઘણીબધી થેરાપીનો પ્રયોગ કરૂં છું. પાણી ઘટી જાય તો શરીરના તાપમાનમાં ફેરફાર થાય છે. આપણા શરીરમાં પેદા થતો કચરો પાણીથી સાફ થાય છે. જે કિડની અને મળ અને મૂત્ર દ્વારાથી નીકળે છે. માટે પાણી શરીર માટે ખૂબ જરૂરી છે. શરીર કુદરતી છે તેને પાણી પીવડાવો, પ્રેમથી પીવડાવો અને કુદરતી રીતે પીવડાવો, તમારૂં શરૂરી સારૂ રહેશે.

કોણ છે આ ભરતભાઈ શાહ ?
તેઓ અમદાવાદ શહેરને આદર્શ અમદાવાદ બનાવવાની જીદ લઈને સતત 15 વર્ષથી શહેરમાં 60થી વધુ પ્રવૃતિઓ વગર પૈસે કરાવી રહ્યા છે. હજારો લોકોનાં જીવન તેમણે બદલી નાખ્યાં છે. તેમના પિતા ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમમાં રહેતા હતા. ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે સાબરમતી આશ્રમને સંભાળવાની જવાબદારી તેમના પિતાને સોંપી હતી. ભરતભાઈએ 55મા વર્ષે નિવૃત્તિ લઈને પોતાનું જીવન સમાજને સમર્પિત કર્યું છે. તેઓ જૈન ધર્મના પણ મોટા વિદ્વાન છે. સમાજને સંપૂર્ણ સમર્પિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો