હૃદયની બીમારી અને કેન્સરના જોખમથી બચવા માટે તમારી ડાયટમાં સામેલ કરો તકમરિયાં, તેના ફાયદા જાણો અને શેર કરો

ફિટનેસની ચિંતા કરતા લોકોમાં તકમરિયાં ખાવાનું ચલણ વધ્યું છે. તેને કોઈપણ વસ્તુમાં મિક્સ કરીને ખાય શકાય છે અથવા પછી તેને ડ્રિંક્સમાં પણ નાખી શકાય છે. તકમરિયાં માટે ઘણા પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પોષક તત્ત્વોથી ભરપૂર આ નાના બી શરીરની ઘણી જરૂરિયાતો પૂરી કરે છે. તકમરિયાંને રૂટિન ડાયટમાં સામેલ કરવાના શું ફાયદા છે, તે વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન ડૉ. ખુશબુ શર્મા.

તકમરિયાંને રૂટિનમાં સામેલ કરવાના શું ફાયદા છે?
સાલ્વીયા હિસ્પેનિકા નામના છોડમાંથી તકમરિયાંના બી ઉગે છે. તે ફૂદીનાની પ્રજાતિનો એક ભાગ છે. ફાઈબર, ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટિનથી ભરપૂર તકમરિયામાં ઘણા પોષક તત્ત્વો હોય છે. તકમરિયાં એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે હાર્ટ અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તકમરિયાંના ફાયદા
જર્નલ ઓફ ફૂ઼ડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, તકમરિયાંમાં ઓમેગાં 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે કરચલીઓ ઓછી કરવા, ત્વચાને ગ્લોઈંગ રાખવા, મેદસ્વિતા દૂર કરવામાં મદદગાર હોય છે.

તકમરિયાંમાં 40% ફાઈબર હોય છે. અમેરિકન જર્નલ ઓફ મેડિસિનના રિપોર્ટના અનુસાર, વધારે પ્રમાણમાં ફાઈબરનું સેવન કરવું હૃદયના સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેનાથી હાર્ટ ડિસીઝનું જોખમ ઓછું રહે છે.

તકમરિયાં શરીરની કઈ જરૂરિયાતોને પૂરી કરે છે?
ન્યુટ્રિશનલ વેલ્યુથી ભરપૂર હોય છે- ઘણી વખત સમયના અભાવના કારણે આપણે ડાયટમાં બધા જરૂરી તત્ત્વો સામેલ નથી કરી શકતા. આવી સ્થિતિમાં તકમરિયાંને રૂટિનમાં સામેલ કરી શકાય છે. તે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફોરસથી ભરપૂર હોય છે, જે હાડકાના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.

પર્યાપ્ત પ્રમાણમાં હોય છે ફાઈબર- તકમરિયાંનું સેવન એટલા માટે પણ જરૂરી છે, કેમ કે તેમાં પર્યાપ્ત પ્રમાણમાં ફાઈબર હોય છે. તકમરિયાં ખાવાથી શરીરને એમીનો એસિડ મળે છે, જે ખાવાને પચાવવામાં મદદ કરે છે.

કેન્સરનું જોખમ ઘટાડે છે- શરીર માટે એન્ટિઓક્સિડન્ટ જરૂરી હોય છે કેમ કે તે સેલ્સ, પ્રોટિન અને DNAને ડેમેજ કરતા ફ્રી રેડિકલ્સ સામે લડે છે. તકમરિયાંમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સ તત્ત્વ ફ્રી રેડિકલ્સ સિવાય સ્કિન હાથ, હેલ્થ અને વાળ માટે પણ સારા છે.

ન્યૂટ્રિશનલ વેલ્યુ વધારે છે- તકમરિયાંના બીને દહીં, શાકભાજીમાં નાખીને ખાય શકાય છે. તેનો ઉપયોગ સ્મુધી અથવા પુડિંગ બનાવવા માટે પણ કરવામાં આવે છે. દૂધમાં આખી રાત પલાળેલા તકમરિયાં સવાર સુધીમાં સોફ્ટ થઈ જાય છે અને આ દૂધ પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેને લોટમાં મિક્સ કરીને રોટલી બનાવી શકાય છે.

તકમરિયાં કેટલા ખાવા જોઈએ આ વિશે ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી. જરૂર કરતાં વધારે ફાઈબર અને પ્રોટિનનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો