લવ જેહાદ? પાલીતાણામાં 8 દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીઓને ભગાડી જતા લોકોમાં ફેલાયો રોષ, હિન્દુ સંગઠનો મેદાને, કડક કાર્યવાહીની માગ

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આઠ દિવસમાં વિધર્મી યુવકો બે યુવતીને ભગાડી જતા લોકોમાં રોષ ફેલાયો છે. આજે હિન્દુ સંગઠનો, વેપારીઓ અને શહેરીજનોએ સાથે મળી રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન અપાયું હતું
પાલીતાણા શહેરમાંથી છેલ્લા આઠ દિવસ દરમિયાન બે હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ભગાડી જવાતા હોબાળો મચ્યો છે. આ ઘટનાના વિરોધમાં વિહિપ દ્વારા પાલીતાણા બંધનું એલાન અપાતા શહેર સજ્જડ બંધ રહ્યું હતું. હન્દુ સંગઠનો, વેપારી આગેવાનો અને શહેરીજનોએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મી યુવકોની કરતૂતનો વિરોધ કરાયો હતો. વિવિધ જ્ઞાતિના આગેવાનો અને શહેરીજનો એક શૂરે રેલીમાં જોડાયા હતા.મામલો અતિ સવેદનશીલ હોવાને લીધે પોલીસે પણ રેલી વખતે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.

યુવતીઓને મુક્ત કરાવવાની માગ
​​​​​​​પાલિતાણાના હિન્દુ સંગઠનો દ્વારા વેપારીઓ, વિવિધ જ્ઞાતિના આગેવાનો અને શહેરીજનોને સાથે રાખી રેલી યોજવામા આવી હતી. યુવતીઓને મુક્ત કરાવી યુવકો સામે કાર્યવાહી કરવાની પ્રાંત અધિકારી સમક્ષ માગ કરવામા આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો