ધાર્મિક નગરી ઉજ્જૈનમાં માનવતા મરી પરવારી, રસ્તા પર ફરતા પાંચ શ્વાનના મોંમા એસીડ રેડતાં દર્દનાક મોત
સદીઓથી માનવજાત સાથે પ્રાણીઓ વસવાટ કરતા આવ્યા છે. એક-બીજા સાથે તાલમીલાવીને મનુષ્યો અને પશુઓ આરામથી રહી શકે છે. જો કે પહેલા કરતા અત્યારે માણસોના વિચારવાની ક્ષમતામાં પરિવર્તન આવ્યુ છે. દયા, કરૂણા, ક્ષમા નેવે મુકી માનવતાને લજવતા કિસ્સાઓ હવે સામે આવી રહ્યા છે. પહેલાના સમયમાં પ્રાણીઓ માટે અલગ ભોજન બનાવવામાં આવતુ આજકાલ માણસ જાત ખુબ સ્વાર્થી બની ગઇ છે તેને માત્ર પોતાની પ્રગત્તિ અને વિકાસથી મતલબ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં પશુ ક્રુરતાની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે બે ઘડી વિચારતા થઇ જશો. અબોલ પશુઓ પર જ્યારે કોઇની હીન માનસિકતા અને વિકૃ્તિ સામે આવે ત્યારે તે કેવી હોય તેનુ આ ઉદાહરણ છે. કોઇ અજાણ્યા શખ્સોએ રસ્તા પર ફરતા શ્વાનના મોઢામાં એસીડ રેડી દેતા 5 શ્વાનના દર્દનાક મોત થયા છે.
ઘટના ઉજ્જૈનના દેવાસ રોડની છે. CSP વંદના ચૌહાણના જણાવ્યા અનુસાર, નાગજીરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી નગર વિસ્તારના રહેવાસીઓએ ફરિયાદ કરી હતી. કે કોઈએ તેમની વસાહતમાં રખડતા શ્વાન પર જ્વલનશીલ પદાર્થ અથવા એસિડનો ઉપયોગ કર્યો છે, જેના કારણે તેમની હાલત કથળવા લાગી છે.
આ પછી પ્રાણીઓ માટે કામ કરતી એનજીઓએ પણ કૂતરાઓને પશુ ચિકિત્સા હોસ્પિટલમાં બતાવ્યા પરંતુ આખરે પાંચેય શ્વાન મરી ગયા. શુક્રવારે, માર્યા ગયેલા તમામ પાંચ કૂતરાઓને એનજીઓના સભ્યોએ દફનાવી દીધા હતા.
સીએસપી વંદના શુક્લાએ જણાવ્યું કે અજાણ્યા આરોપીઓ સામે આઈપીસીની કલમ 428, 429 અને ક્રૂરિટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, લોકોમાં ગુસ્સો છે કે મનુષ્યના સૌથી વફાદાર પ્રાણીઓમાંના કૂતરાઓ સાથે આ કોઇ કેવી રીતે કરી શકે? પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..