ગુજરાતની આ ગ્રામ પંચાયતમાં 21 વર્ષનો યુવક બન્યો સરપંચ, આ સિવાય બે યુવતીઓ પણ માત્ર 21 વર્ષની ઉંમરે સરપંચ બની

ગુજરાતમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે. 19 ડિસેમ્બરના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થઇ હતી. ત્યારે આજે એવા એક યુવક વિશે વાત કરીએ જેની ઉંમર ફક્ત 21 વર્ષ છે અને તે એક ગામનો સરપંચ બની ગયો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજની છીટાદરા પંચાયતમાં 21 વર્ષનો સૌથી યુવાન વયનો સરપંચ બન્યો છે. આ યુવકનું નામ છે જીગર ખરાડી. તે નર્સિંગનો અભ્યાસ કરે છે અને ફક્ત 21 વર્ષની ઉંમરે પંચાયતની ચૂંટણીમાં ઉભો રહ્યો હતો અને ગામ લોકોએ તેને જીતાડી પણ દીધો હતો. આ સિવાય બે યુવતીઓ પણ માત્ર 21 વર્ષની ઉંમરે સરપંચ બન્યા છે. જેમાંથી એક મહિલા સરપંચ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની સમણવા ગ્રામ પંચાયતની સરપંચ છે.

સમણવા ગ્રામ પંચાયતની 21 વર્ષની સરપંચનું નામ કાજલ ઠાકોર છે. કાજલ ઠાકોરે 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ કાંકરેજમાં સૌથી નાની ઉંમરના સરપંચ બન્યા છે. કાજલ ઠાકોરની જીત હરીફ ઉમેદવારની સામે 105 મતથી થઇ હતી. જીત થયા બાદ કાજલ ઠાકોર અને તેના પરિવારના સભ્યોએ ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાજલ ઠાકોરની જીત થતા તેમના સમર્થકો અને પરિવારના સભ્યોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો.

કાજલ ઠાકોરે જીત બાદ જણાવ્યું હતું કે, તે સરકારની યોજનાઓને ગામના લોકો સુધી પહોંચાડશે અને ગામમાં અટકી ગયેલા વિકાસના કામોને આગળ ધપાવશે. ગામના લોકોએ મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. ગામના લોકોને સહકારના કારણે જે હું આ સીટ પરથી સરપંચ તરીકે વિજેતા બની છું. આગમી સમયમાં ગ્રામ પંચાયતમાં દરેક સમાજના લોકોને જે પણ કામ હશે તે કામ હું કરીશ.

આ ઉપરાંત ઝાલોદ તાલુકાના ઘેંસવા ગામમાં 21 વર્ષની વિદ્યાર્થિની રીન્કુ ડામોર સરપંચ તરીકે ચૂંટાય હતી. મહત્ત્વની વાત છે કે, સરપંચના ઉમેદવાર તરીકે રીન્કુ ડામોરની સામે સ્થનિક ડૉક્ટર પણ ઉમેદવાર તરીકે ઉભા હતા. પણ હરીફ ડૉક્ટર ઉમેદવારને હરાવીને રીન્કુ ડામોર સરપંચ તરીકે ચૂંટાઈ આવતા તેના પરિવારના સભ્યો અને સમર્થકોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. રીન્કુ ડામોર દાહોદ જિલ્લાની સૌથી નાની ઉંમરની સરપંચ બની છે. જીત બાદ ગામના લોકો દ્વારા રીન્કુ ડામોરનું વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.

જીત બાદ રીન્કુ ડામોરે જણાવ્યું હતું કે, મારે ગામ માટે પાણીની સમસ્યા દૂર કરવી છે. રસ્તાની સમસ્યા સોલ્વ કરવી છે. લાઈટની સમસ્યાનું પણ નિરાકરણ કરવું છે. સરકારની યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે અને ગામને તમામ સુવિધાઓ મળી રહે તે માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો