મુંબઈમાં NCB છ ગ્રામ ગાંજામાંય ભલભલાને અડધી રાત્રે ઉઠાવી લે છે અને ગુજરાતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાય તોય તપાસ એજન્સીની બેદરકારીની આદત જતી નથી
મહારાષ્ટ્રમાં અને તેમાં ય ખાસ કરીને મુંબઈમાં ડ્રગ્સના દૂષણને નિયંત્રણમાં લેવાના મામલે એનડીપીએસ ભલભલાની ધરપકડ કરતાં ય ખચકાતી નથી. પરંતુ ગુજરાતમાં કેફી દ્રવ્યોની હેરફેર ગંભીરપણે વધી હોવા છતાં અને તેને નાથવાના સરકારના અનેક દાવા છતાં 34 લાખનું એમડી ડ્રાગ્સ ઝડપાયું તેવા ગંભીર કેસમાં પણ તપાસ એજન્સીની બેદરકારીની આદત જતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગત વર્ષે રૂ.34 લાખના એમડી ડ્રગ્સ કેસમાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મનોજ. આર.શાહને સરકારી પંચમાં રાખ્યા હતા. ગુરૃવારે સરકારી પંચ જુબાની આપવા માટે કોર્ટમાં આવ્યા ત્યારે ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડીને તેની હાજરીમાં એમડી ડ્રગ્સ કબજે કર્યુ હતુ. તેની જગ્યાએ અલગ જ જુબાની આપતા સરકારી વકીલએ સરકારી પંચને હોસ્ટાઈલ કર્યો હતો. આમ નાર્કોટીકસના ગુનામાં પ્રથમ સરકારી પંચ હોસ્ટાઈલ થતા તપાસનીશ એજન્સીઓની તપાસ ઉપર અવળી અસર થાય તેમ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે શાહઆલમ પાસે આવેલ સિલ્વર સ્પીંગ હોટલમાં ગતતા. 20-7-2020ના રોજ દરોડા પાડયો હતો. ત્યારે મુંબઈના બરકતઅલી ઉર્ફે અલી રહેમતઉલ્લા શેખ, રૂબીના બરકતઅલી શેખ, અલી મોહમદ શફી શેખ અને શાહપુરમાં રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુંને 34 લાખની કિંમતનું 343 ગ્રામ મેથામ્ફેટામાઈન્ડ ડ્રગ્સ સાથે પકડી પાડયા હતા. જેમાં પોલીસ દ્વારા તપાસ કરી પુરાવા એકઠા કરીને એનડીપીએસની ખાસ કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ. આ કેસ એનડીપીએસના ખાસ જજ ડી.વી.શાહની કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો.જેમાં સરકારી પંચ મનોજ આર.શાહની હાજરમાં ક્રાઈમ બ્રાન્ચે 345 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યુ હતુ. જેની આજે કોર્ટમાં જુબાની લેવામાં આવતા તેને પંચનામામાં જે વિગતો જણાવી હતી તેનાથી અલગ જ જુબાની કોર્ટમાં આપી હતી. જેના લીધે સરકારી વકીલએ ફરજિયાત પણે સરકારી પંચને હોસ્ટાઈલ જાહેર કરવો પડયો હતો.
પતિ MD ડ્રગ્સ લાવે, પત્ની ડીલીવરી આપવા જાય
મુંબઈના બરકતઅલી ઉર્ફે અલી શેખ છેલ્લા બે વર્ષથી એમડી ડ્રગ્સ મુંબઈના સૌયેબ ભોરી પાસેથી ખરીદીને અમદાવાદના શાહપુર અને કારંજ વિસ્તારમાં ડિલીવરી આપતો હતો.કારંજના ફિરોજ ચોર અને શાહપુરના શાહનવાઝ ઉર્ફે શાનું એમડી ડ્રગ્સની ડીલવરી આપવા આવતો હતો. આ વખતે આરોપી બરકતઅલી તેની પત્નીને સાથે રાખતો હતો.જયારે અલી મોહમદ શફીને એક ટ્રીપ પેટે રૂ.5 હજાર આપતો હતો. આરોપી બરકતઅલી ઉર્ફે અલી શેખની પત્ની રૂબીનાએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, મારો પતિ છેલ્લા બે વર્ષથી એમડી ડ્રગ્સનો ધંધો કરે છે અને હું તેની સાથે શાહપુરમાં એમડી ડ્રગ્સની ડીલીવરી આપવા માટે આવતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..