ભાજપ-કોંગ્રેસ વચ્ચે પેન્ટિંગ વોર: જૂનાગઢમાં ભાજપે દિવાલ પર પક્ષના ચિત્રો દોર્યા, કોંગ્રેસે નીચે ગેસનો બાટલો દોરી તેની કિંમત લખી મોંઘવારીનો વિરોધ કર્યો
રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામે પક્ષે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન જૂનાગઢમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર યુદ્ધ શરૂ થઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભાજપ દ્વારા મહાનગરના મુખ્ય રસ્તાઓ પર કમળનું ચિત્ર અને પક્ષનું નામ લખેલા ભીત ચિત્રો દોરવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસના યુથ કાર્યકરોએ ભાજપના ચિત્રો પાસેની જગ્યામાં લાલ કલરના બાટલા દોરી 350ના ગેસના બાટલાના 1050 કરનાર એવું લખાણ લખી નાખ્યું હતું. કોંગ્રેસે આ પ્રમાણે લખાણ લખી નવતર વિરોધ કર્યો હતો.
રાજ્યની સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરી દીધાના ભાગરૂપે જૂનાગઢના મુખ્ય રસ્તાઓ પર સરકારી અને ખાનગી દિવાલો પર પક્ષનું ચિન્હ કમળનું ચિત્ર દોરી ભાજપ લખવામાં આવ્યું છે. જેમાં સરકારી દિવાલો પર રાજકીય પક્ષના ચિત્રને લઈને લોકોમાં અનેક સવાલ પણ ઉઠયા હતા.
ભાવ વધારો સૂચવીને મોંઘવારી મુદ્દે વિરોધ કર્યો
આ દરમિયાન હાલ રાજ્યભરમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારીના વિરોધમાં કાર્યક્રમો યોજી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ મહાનગરમાં જે જે સ્થળો અને દિવાલો પર ભાજપ લખી કમળનું ચિત્ર દોરવામાં આવ્યું હતું. ત્યાં બાજુમાં જ કોંગ્રેસના યુથ કાર્યકરોએ લાલ કલરનો ગેસનો બાટલો દોરી 350ના બાટલાના 1050 કરનાર એવું લખી નાખી નવતર વિરોધ દર્શાવ્યો હતો. ભાજપના શાસનમાં પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે તે માટે જાગૃત કરવાના ભાગરૂપે વિરોધ નોંધાવ્યો હોવાનું યુથ કોંગ્રેસના પ્રમુખ જયદીપ ઓડેદરાએ જણાવ્યું છે.
બંન્ને પક્ષો વચ્ચે પેઈન્ટીંગ યુદ્ધ જામ્યુ હોય તેવો માહોલ
જૂનાગઢ મહાનગરપાલિકામાં સરકારી દિવાલ ઉપર ભાજપે જે પેન્ટિંગ કરેલું છે તેને લઇને વિવાદ ઉભો થયો હતો. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવતા આ મામલો ટોક ઓફ ઘ ટાઉન બન્યો છે. મહાનગરમાં ચૂંટણી પહેલા જ બંન્ને પક્ષો વચ્ચે પેઈન્ટીંગ યુદ્ધ જામ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. એવા સમયે અમુક સ્થળોએ દોરવામાં આવેલા ચિત્રો ઉપર સફેદ પીંછડો મારી દેવામાં આવી રહ્યો છે તો અમુક સ્થળોએ હજુ યથાવત જોવા મળી રહ્યા છે. જેથી લોકો પણ અચરજમાં મુકાયા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..