હું MBA ભણેલી છું, મારું પણ એક સ્ટેટસ છે, મને ઘરમાં પોતું મારવાનું કહ્યું જ કેમ? પતિ વિરુદ્ધ કેસ કરવા પત્ની પોલીસ સ્ટેશને પહોંચી
આધુનિક સમયમાં મહિલાઓ સશક્ત બને અને આત્મનિર્ભર બને એ માટે તેમનો પરિવાર તેમને ઉચ્ચ શિક્ષણ અપાવતો હોય છે. મહિલાને કોઈપણ જરૂરિયાત પડે ત્યારે તે બિનધાસ્ત ખભેખભો મિલાવીને ચાલી શકે એ માટે પરિવાર તેની પાછળ મહેનત કરતો હોય છે, પરંતુ કેટલીક મહિલાઓને પોતાનો અભ્યાસ અને સ્ટેટસનો કેફ એટલો વધી જાય છે જેનાથી પરિવાર અને સંબંધથી વધારે અભિમાન મહત્ત્વનું બની જાય છે. અમદાવાદના એક હાઈ પ્રોફાઈલ પરિવારની પરિણીતાને ઘરમાં પોતું કરવાનું કહેતાં જ તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેણે કહ્યું હતું કે હું MBA થયેલી છું, મને પોતું કરવાનું કહ્યું જ કેમ?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પતિ વિરૂદ્ધ ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ઘટનાની ફરિયાદ આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં રોજની જેમ જ કામગીરી ચાલતી હતી. આ સમયે એક સ્ટાઈલિસ્ટ મહિલા હાઈ હિલના ચપ્પલનો અવાજ કરતી કરતી આવી અને ફાંકડુ અંગ્રેજી બોલીને પોલીસને કહેવા લાગી કે મારે ફરિયાદ કરવી છે. આ મહિલા સારા પરિવારની અને ભણેલીગણેલી લાગતી હતી એટલે પોલીસે તેને પોતાની સમસ્યા જણાવવા માટે કહ્યું હતું.
હું MBA ભણેલી છું, હું ઘરમાં શું કામ પોતું કરું
મહિલાએ પોલીસને પોતાની સમસ્યા પહેલાં પોતાની પ્રોફાઈલ કહેવાની શરૂઆત કરી હતી. મહિલાએ પોલીસને કહ્યું કે મારો પતિ મને પરેશાન કરે છે. પોલીસે મહિલાને કહ્યું કે તમને તેનાથી શું પરેશાની છે? પોલીસના આ સવાલથી જ મહિલા મોટા અવાજે કહેવા લાગી કે હું MBA ભણેલી છું, મારી ઓફિસમાં કેટલાય લોકો મારા હાથ નીચે કામ કરે છે. મારો પતિ મને ઘરમાં પોતું મારવાનું કહે છે. આ ખોટું કહેવાય. મારો પતિ મને ત્રાસ આપે છે. મારે આવી ફરિયાદ નોંધાવવી છે.
મહિલાનું કારણ જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ
આ મહિલાનું કારણ જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલાએ ફરિયાદ નોંધવા માટે આપેલું કારણ કેટલું યોગ્ય છે એ વિશે પોલીસે મહિલા સાથે વાત કરી હતી, પરંતુ પોલીસને આ મહિલાને તેના પરિવાર તૂટવાની ચિંતા કરતાં તેના એજ્યુકેશન અને નોકરીના પદનો કેફ વધારે લાગતો હતો. આખરે પોલીસે મહિલાને સમજાવીને આ કેસમાં તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..