ગરીબોની મફતમાં સારવાર કરતા આ ડોક્ટરને કોરોના ભરખી ગયો, કોરોનાને કારણે દેશમાં પહેલીવાર ડૉક્ટરનું મોત
દેશમાં કોરોનાના કારણે પહેલીવાર કોઈ ડોક્ટરનું મોત થયું છે. ઈન્દૌરમાં બનેલી આ ઘટનામાં 62 વર્ષના જનરલ ફિઝિશિયન ડૉ. શત્રુઘ્ન પંજવાણી મોતને ભેટ્યા છે. ચાર દિવસ પહેલા જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમની સારવાર અરવિંદો મેડિકલ કોલેજમાં ચાલી રહી હતી, જોકે કાલે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ડૉ. પંજવાણીના મિત્ર ડૉ. ડી. નટવરના જણાવ્યા અનુસાર, તેઓ મોટાભાગે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સારવાર કરતા હતા. તેમણે કોરોનાના કોઈ દર્દીનો ક્યારેય ઈલાજ નહોતો કર્યો. તેમના દર્દીઓ તો ગરીબ વર્ગના હતા. જે દર્દી ફી આપી શકે તેમ ના હોય તેની સારવાર સ્વ. ડૉ. પંજવાણી મફતમાં કરતા હતા. તેઓ પોતાની પાછળ પત્ની અને ત્રણ પુત્રોને વિલાપ કરતા મૂકી ગયા છે. જોકે, તેમના ત્રણેય પુત્રો હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.
ઈન્દોરમાં કોરોનાના અત્યારસુધી 173 કેસ નોંધાયા છે, જેમાંથી 13 લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈનમાં જેટલા પણ કોરોના હોટસ્પોટ છે તેમને સીલ કરી દેવાનો આદેશ આપ્યો છે. દેશમાં કોરોનાના કેસ 5734 પર પહોંચ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના 229 કેસ પણ સામેલ છે. અન્ય રાજ્યોની જેમ એમપીમાં પણ લોકલ ટ્રાન્સમિશનથી કોરોના વકરી રહ્યો છે.
દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા કોરોનાનો ભોગ બન્યા છે. જોકે, હજુ સુધી કોઈનું મોત નથી થયું. ઈન્દોરના ડૉ. પંજવાણી કોરોનાના દર્દીની સારવાર સાથે સંકળાયેલા ના હોવા છતાં તેમને કઈ રીતે તેનો ચેપ લાગ્યો તેનું કારણ હાલ શોધવામાં આવી રહ્યું છે. જે દેશોમાં કોરોનાએ રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું છે તેવા ચીન, ઈટાલી તેમજ સ્પેન અને અમેરિકામાં પણ ઘણા ડોક્ટર અને મેડિકલ સ્ટાફ આ વાયરસની અડફેટે આવી ગયા છે અને ઘણાને તો જીવ પણ ગુમાવવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..