શિક્ષક દિને જ શિક્ષકનો આપઘાત: ‘હું નોકરી અને ઉચ્ચ અધિકારીઓથી કંટાળી ગયો છું, હવે જીવવું નથી..’ શિક્ષકે શાળામાં જ ગળાફાંસો ખાધો
શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની હોવાનું સામે આવતા શિક્ષકગણોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક શિક્ષકએ બે ટીપીઓ(તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી) અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનું પગલું ભર્યું હોવાનો સનસનીખેજ વિગતો લખી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકની દીકરીએ જણાવ્યું છેકે, આત્મહત્યા કરતા પહેલા સ્યૂસાઈડ નોટ વોટ્સએપ કરી હતી જેમાં આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે તેમ લખ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વિશ્વમાં આજે શિક્ષક દિનની ઠેરઠેર ઉજવણી થઈ રહી છે. સર્વત્ર શિક્ષક સમાન ગુરૂઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શિક્ષકએ શાળામાં જ ગળાફાંસો ખાધાની કરૂણ ઘટના સામે આવી છે. જેની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે ગીરગઢડા તાલુકાના થોરડી ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર દોરડા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરેલ હતી. જ્યારે શિક્ષકના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો. જેમાં શિક્ષક ઘનશ્યામભાઈએ ગળાફાંસો ખાતા પહેલા લખેલ એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.
પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આપઘાત મામલે મૃતક શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાની પુત્રીએ જયેશ રાઠોડ – ગીરગઢડા TPO, જયેશ ગૌસ્વામી – ઉના TPO, દિલીપ ગધેસરીયા – જામવાળા પે સેન્ટરના આચાર્ય અને વાલાભાઈ ઝાલા – શિક્ષક થોરડી પ્રાથમીક શાળા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પૈસાનું દબાણ આપી, માનસિક ત્રાસ આપી મજબૂર કર્યાનું જણાવ્યું છે. મૃતક શિક્ષકે લખેલી સ્યૂસાઈડના આધારે પોલીસે આઇપીસી 306, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારા પપ્પાને માનસિક રીતે હેરાન કર્યાઃ મૃતક શિક્ષકની દીકરી
મૃતક શિક્ષકની દીકરીએ જણાવ્યું છેકે, મારા પપ્પાને માનસિક રીતે હેરાન કર્યા છે. તેમનું નામ છે જયેશ ગૌસ્વામી, જયેશ રાઠોડ, ગધેસરિયા સાહેબ અને ઝાલાવાડાભાઈએ માનસિક રીતે હેરાન કરીને આત્મહત્યા કરવા મજબૂર કર્યા છે. છેલ્લા એક મહિનાથી ડિપ્રેશનમાં અને એકલા એકલા રહેતા હતા. અમુક લોકોના ફોન આવતા તો તે ડરી જતા હતા.પૈસા અંગે ઘરે વાત કરી હતી. મને પૈસા જોઇએ છે. મારા કર્મચારી મને હેરાન કરે છે. આત્મહત્યા પહેલા વોટ્સએપ ફોટો કર્યો હતો. જેમાં નોટ લખેલી છેકે આ લોકોએ માનસિક રીતે ટોર્ચર કર્યા એટલે આ પગલું ભરે છે. પિતાને ઓકેશનલી ડ્રકિંગની ટેવ હતી અને એ લોકો આ ડ્રિકિંગની ફાઈલ ઉપર પહોંચાડશું અને નોકરીનું જોખમ થશે તેમ કહીને હેરાન કરતા હતા.
સ્યુસાઇડ નોટમાં ઘનશ્યામભાઇએ એમ પણ જણાવ્યું છેકે, બંને ટીપીઓએ પોતાને કહ્યું, તું દારૂ પીને નોકરીએ આવે છે. વળી તેઓએ ફોન કરવાની ના પાડી રૂબરૂ મળવાનો આગ્રહ રાખ્યો હતો.
મારા પિતા 20 દિથી પરેશાન હતા: પુત્રી
મારા પિતા છેલ્લા 20 દિવસથી માનસીક રીતે પરેશાન હતા. તેમને વારંવાર ફોન આવતા તેનાથી ડરી જતાં હતા. અને મને જણાવ્યું કે, પૈસાની તકલીફ છે અને કર્મચારી હેરાન કરે છે. મારા પિતાને દારૂ પીવાની ટેવ હતી. તે બાબતે ટીપીઓ અને કર્મચારી નોકરી જવાનો ડર બતાવી પરેશાન કરતા હતા. અને તેને 15 દિવસ પહેલા બેંકમાંથી પૈસા ઉપાડી આ અધિકારીઓને આપ્યાનું મને જણાવ્યું હતું.
કાગળની કાર્યવાહી ન કરી એ મારી ભૂલ
અમારા પરના આક્ષેપો સાવ ખોટા છે. એ દારૂ બહુ પીતા. મારી પાસે આખા સ્ટાફની ફરિયાદ આવી તી. તેમની નોકરી ન જાય એટલે સમાધાન કરાવ્યું. પણ કાગળની કાર્યવાહી ન કરી એ મારી ભૂલ રહી ગઇ. બાકી મેં મારી જીંદગીમાં એક રૂપિયાનોય વહીવટ નથી કર્યો. – જયેશ રાઠોડ, ટીપીઓ
દારૂની ફાઇલ ઉપર જશે કહી સહકર્મીએ 4 લાખ માંગ્યા
શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકે પણ ઘનશ્યામભાઇને દારૂની ફાઇલ ઉપર જશે કહી 4 લાખ માંગ્યા હતા. અને પૈસા પાછા માંગ્યા તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ શિક્ષકની કામગીરી સારી હતી. પરંતુ જે રૂ. 7 લાખનો ઉલ્લેખ કરાયો છે એ તદ્દન પાયાવિહોણો છે. મેં પૈસા માંગ્યા નથી કે લીધા પણ નથી. મૃતદેહ ઉતારતી વખતે અને હોસ્પીટલે હું હાજર જ હતો. – દિલીપ ગધેસરિયા, પે. સેન્ટર આચાર્ય, જામવાળા
પારિવારીક જમીનમાં પણ અન્યાય થયાનો આક્ષેપ
સ્યુસાઇડ નોટમાં ઘનશ્યામભાઇએ પરિવારજનોમાં જમીનના ભાગ પાડવામાં પણ અન્યાય થયાનો ઉલ્લેખ કરી પોતાના પૈસા જેણે લીધા તે પત્નીને સોંપવા પણ જણાવ્યું છે.
2 ટીપીઓને 25 લાખ ચૂકવ્યા
ઘનશ્યામભાઇએ સ્યુસાઇડ નોટમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છેકે, પોતે અરીઠિયા પ્રા. શાળામાંથી આવ્યા ત્યારે ટીપીઓ ગૌસ્વામી અને ટીપીઓ જયેશ રાઠોડે 25 લાખ માંગ્યા હતા. તો પે સેન્ટરના આચાર્યએ રૂ. 7 લાખ માંગ્યા હતા.
25 લાખ રૂપિયા લીધા બાદ બંને ટીપીઓએ તેમની જગ્યાએ એક ભણેલા ઉમેદવારને રાખી નોકરી કરવા કહ્યું હતું.
ટીપીઓ જયેશ ગોસ્વામી 1 માસથી ફરાર થઇ ગયો
જેમની સામે રૂપિયા લીધાનો આક્ષેપ છે કે પૈકીના એક ટીપીઓ જયેશ ગોસ્વામીની અગાઉ તાલાળા ખાતે ઉચાપત પ્રકરણમાં સંડોવણી ખુલી હતી. અને 1 માસથી તે ફરાર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..