બર્થડે બંપ્સ વાળા લોકો માટે આંખ ઉઘાડતી ધટના: IIM વિદ્યાર્થીને જન્મદિવસની પાર્ટી પડી ભારે, મિત્રોની મજાએ લીધો બર્થડે બોયનો જીવ

બર્થડે બંપ્સ…. અમને નથી ખબર તમે આના વિશે સાંભળ્યુ છેકે નહી. પરંતુ બર્થડે બંપ્સે એક છોકરાનો જીવ લીધો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેને ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે એક ફેસબુક ટ્વીટ દ્વારા શેર કર્યો છે. તો આ ઘટના પર અનેક લોકોએ ટ્વીટ પણ કરી છે. આ વીડિયોમાં બર્થડે મનાવી રહેલા એક વિદ્યાર્થીને તેના મિત્રો બર્થડે બંપ્સ આપે છે. આ મામલામાં બર્થડે બોયનાં મિત્રો તેનો જન્મ દિવસ ઉજવી રહ્યા હતા. કેક કટ થતા પહેલાં જ તેના મિત્રો તેને ઘેરીને લાતો મારવા લાગે છે. અને પછી બધા જ હસી-મજાક કરતાં તેને લાતો મારે છે. આ દરમ્યાન ગ્રે શર્ટ પહેરેલો છોકરો તેની ઉપર બેસીને તેને મુક્કાઓ મારે છે. જમીન ઉપર પડેલો વિદ્યાર્થી દર્દથી પીડાઈ રહ્યો છે. પરંતુ તેના સાથી તેની ઉપર ધ્યાન આપતા નથી.

આ વીડિયો કોઈ IIM ઈન્સ્ટીટ્યુટની હોસ્ટેલનો છે એવું કહેવાઈ રહ્યુ છે. જેને શ્રુતિ દેસાઈ નામની ટ્વીટર હેન્ડલે શેર કરતાં લખ્યુ છેકે, “એક IIM સ્ટુડન્ટનું લગભગ બે મહિના પહેલાં મોત થયુ છે. તેના જન્મદિવસે તેના મિત્રોએ તેને બર્થડે બંપ્સ આપ્યા હતા. બીજા દિવસે તેને પેટમાં દર્દ થયુ, તેના પેન્ક્રિયાઝમાં વાગ્યુ હતુ. જેનું ઓપરેશન કર્યા બાદ તેનું મોત થયુ છે.” હવે આ ટ્વીટ પર લોકો અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તો આ વીડિયોને ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે ફેસબુક પર શેર કરતા લખ્યુ છે, “આ બહુજ દુખદ છે. જેને તેના જન્મદિવસે બર્થડે બંપ્સ આપ્યા હતા, તેનું મોત થયુ છે. આ એક હુમલો છે. શું ઉજવણી કરવા માટે બીજા કોઈ ઉપાયો નથી. કૃપા કરીને જવાબદાર બનો. અને કોઈને પણ બર્થડે બંપ્સ ન આપો. આ મજાક કોઈ પણ માટે સારું નથી.” હવે આ વીડિયો કંઈ જગ્યાનો છે. અને તે દિવસે ખરેખર શું બન્યુ હતુ. તેના વિશે વધુ જાણકારી સામે આવી નથી. અમુક લોકો તો વીડિયો ખોટો હોવાનું પણ કહી રહ્યા છે. પરંતુ વીડિયો જોતા તે નિશ્વિતરૂપે ખોટો ન હોઈ શકે અને હા અમે પણ પ્રાર્થના કરીએ કે આ વીડિયો બાદ તે વિદ્યાર્થીનું મોત ન થયુ હોય. પરંતુ વીડિયો જોઈને એતો કહી જ શકાય કે બર્થડે બંપ્સથી દુર રહો. કોઈ પણ ઉત્સવ શોકમાં બદલાતા વાર નથી લાગતી. એટલે હંમેશા અતિરેકથી બચવું જોઈએ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો