IIMમાં ભણીને તબેલો અને MBA કરીને ખેતી, આ યુવાનો પરંપરાગત ખેતી છોડી કરે છે આધુનિક રીતે ખેતી

‘રામદૂત શુકલાએ આઈઆઈએમ કર્યા પછી પણ બેન્કની નોકરી છોડીને તબેલો શરૂ કર્યો છે, જ્યારે પુણેની કોલેજમાં એમબીએ કરેલાં નિશાંત નાયક કેરીની ખેતી કરે છે. આજે બંને યુવકો જોબ કરતાં 10 ગણું વધારે કમાય છે.’ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણામાં ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપો 2019નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જોબ છોડીને પરંપરાગત રીતે ખેતી કરવાની જગ્યાએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તબેલો ચલાવતા અને ખેતી કરતા યુવકો સાથે વાત કરીને એમની સ્ટોરી જાણી હતી.

બેંગ્લોર IIMમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ ભણ્યો

બી ઈ. એમબીએ ઈન ફાઈનાન્સ કર્યા બાદ આઈઆઈએમ બેંગ્લોરથી પોર્ટફોલિયો મેનેજમેન્ટ કર્યુ હતું. ત્યાર બાદ બેન્કમાં વાઈસ પ્રેસિડેન્ટ હતો. થોડાં સમય પછી મને એમ થયું કે, તૈયાર દુધને કારણે સ્ત્રી અને પુરૂષોમાં હોર્મોનલ પ્રોબ્લેમ થાય છે. ત્યારે મને આઈડિયા આવ્યો કે, મારે તબેલો શરૂ કરવો જોઈએ એ વિચાર સાથે મિત્રને પાર્ટનર બનાવીને તબેલો શરૂ કર્યો. આજે અમે સુરતમાં 1 હજાર ફેમિલી અમારા કસ્ટમર છે. ત્રણ ગાયથી અમે તબેલાની શરૂઆત કરી હતી.

પરંપરાગત ખેતી છોડી આધુનિક રીતે ખેતી કરે છે યંગસ્ટર્સ

અત્યારે અમારી પાસે 25 ગીર ગાય છે. તેમજ અન્ય ગૌચર ગાયો ધરાવતા ગોવાળિયાઓ પાસેથી પણ અમે દૂધ મંગાવીએ છીએ. બંધાયેલી ગાય કરતાં ખૂલ્લામાં ચરતી ગાય ના દૂધની ક્વોન્ટીટી અને ક્વોલિટીમાં પણ તફાવત હોય છે. અમે મહિને અઢી લાખ રૂપિયા સુધી કમાઈએ છીએ. લોકોને આજે સારું દુધ મળતું, એમે આ કમીને દૂર કરી રહ્યાં છીએ. શરૂઆત ખૂબ જ નાના પાયે કરી હતી. પરંતુ આજે અમારી પાસે ગીર ગાય છે. થોડાં સમય પછી અમે તબેલો હજી મોટો કરવાના છીએ. શરૂઆતમાં તકલીફો પડતી હતી. પરંતુ હવે અમારું મેનેજમેન્ટ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. લોકને પણ અમારું કામ ગમે છે.

દર મહિને અઢી લાખ રૂપિયાથી વધારે કમાણી કરું છું

પુનામાં એમબીએ કર્યુ હતું. બેન્કમાં પ્રોજેક્ટ લોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. એક દિવસ મારી પાસે ગ્રીન હાઉસનો પ્રોજેક્ટ લઈને એક ભાઈ આવ્યા. મને ગ્રીન હાઉસ માટેનો આઈડિયા આવ્યો. બેન્કની 25 હજાર રૂપિયાની નોકરી છોડી દીધી. એક અઠવાડિયાનો હોર્ટીકલ્ચરનો કોર્સ કરીને પોતાનું ગ્રીન હાઉસ બનાવ્યું.

પ્રોજેક્ટને વાઈબ્રન્ટ ગુજરાતમાં મુક્યો ત્યાંથી મને ગ્રાન્ટ પણ મળી હતી. ત્યાર બાદ કલ્ચરર પ્રેક્ટિસ શીખ્યો. શીખેલી વસ્તુઓ ઘરની આંબા વાડીમાં ઈમ્પલિમેન્ટ કરી. પહેલાં ટ્રેડિશનલ પદ્ધતિથી આંબા ઉગાડતા હતાં. ત્યારે 25 બાય 25 ફૂટમાં માત્ર એક જ આંબો ઉગાડતો હતો. જેના કારણે પાક ઓછો થતો હતો. દવા વધારે છાંટવી પડતી હતી. એટલે મેં જાતે જ આંબાના ફાર્મની સારસંભાળ રાખવાની શરૂઆત કરી અને હાઈડેન્સિટી કોન્સેપ્ટથી પ્લાન્ટિંગ કર્યુ. જેમાં 5 ફુટ બાય 10 ફુટમાં આંબા રોપતો હતો. જેના કારણે ઓછી જગ્યામાં વધારે આંબા રોપાતા હતાં.

વિકાસ માર્યાદિત કરી દેવામાં આવતો 5 થી 7 ફુટ કરી દેવામાં આવ્યો. જેમાં કેરી ઉતારતી વખતે પણ સરળતા રહે, દવાનો ઓછો ઉપયોગ થતો. પાક વધારે થાય છે. પહેલાં 100 વિઘામાં 50થી 60 આંબા રોપાતાં જ્યારે હવે 250થી 300 આંબા સુધી રોપી શકાય છે. બેન્કની નોકરીમાં 25 હજાર રૂપિયા કમાતો હતો હવે 2.75 લાખ રૂપિયાની મહિને કમાઈ લઉ છું. જોબની જગ્યાએ ખેતી કરવાની મજા આવે છે અને આવક પણ ‌વધારે થાય છે. નવું નવું સંશોધન કરી રહ્યો છું. ખેતીમાં અનેક તકો મને દેખાઈ રહી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો