ગોળ અને લીંબુના રસથી બનેલું આ પીણું પીવાથી સડસડાટ ઘટશે પેટની ચરબી અને વધતું વજન, જાણો અને શેર કરો
ઘણા લોકો સવાલ કરે છે કે ઘરે બેસીને ક્રેવિંગ પર કંટ્રોલ કેવી રીતે કરી શકાય. જો તમે જિમમાં ગયા વગર અમૂક કિલો વજન અને ચરબી ઓછી કરવા માંગો છો તો આજે અમે તમને એક ડ્રિંક અંગે જણાવવા જઇ રહ્યા છીએ જેનાથી તમે વજન ઘટાડી શકો છો.
આ ડ્રિંકમાં સૌથી ખાસ અને જરૂરી વસ્તુ છે ગોળ અને લીંબુ. આ બન્ને વસ્તુઓ દરેક ભારતીય રસોઇમાં સહેલાઇથી મળી જશે. ગોળ અને લીંબુમાં અલગ-અલગ તત્વ રહેલા છે. જે શરીરને ફાયદો પહોંચાડે છે. ભોજન બાદ ગોળને તમારી ડાયેટમાં સામેલ કરવાથી શરીરનું મેટાબોલિજ્મ વધે છે.
તેનાથી તમારા પેટની ચરબી ઝડપથી ઓછી થઇ જશે. તેની સાથે લીંબુ પાણી કે લીંબુનો રસ સ્કિન માટે કોઇ ચમત્કારથી કમ નથી. શરીરમાં રહેલી ગંદકી કે ટોક્સિનને નીકાળીને તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
જ્યારે આ બે વસ્તુને મિક્સ કરીને સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં વિટામીન સી અને પાણી બન્ને મળે છે. તેમા જિંક અને એન્ટી-ઓક્સીડેન્ટ્સના ગુણ પણ રહેલા છે. ખાંડની જગ્યાએ ગોળ ખાવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે.
તેનાથી કેલરી કાઉન્ટ પણ ઘટે છે અને ગોળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. ગોળ અને લીંબુ પાણીનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર પણ સારું રહે છે અને શ્વસન તંત્ર પણ સ્વસ્છ રહે છે.
આ ડ્રિંક બનાવવા માટે તમે નવશેકા પાણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને ગોળનો નાનો ટૂકડો લો. આ ત્રણેય સામગ્રીને એક ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લો. હવે તેને ત્યા સુધી મિક્સ કરો જ્યાં સુધી પાણીમાં ગોળ પૂર્ણ રીતે મિક્સ ન થઇ જાય. તે બાદ પાણી પીવા માટે તૈયાર છે આ પાણી રોજ સવારે ખાલી પેટે પીવાથી લાભ મળશે. વધતા તાપમાનમાં આ ડ્રિંકમાં તમે ફુદીનો પણ ઉમેરી શકો છો જેથી પેટમાં ઠંડક મળશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..