શિયાળામાં આ કારણથી હોઠ ફાટી જાય છે, કરો ઘરગથ્થુ ઉપચાર, અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો
શિયાળાની શરૂઆત થતા જ સ્વાસ્થ્યની સાથે સાથે કેટલીક વખત બ્યુટીને લઇને પણ સમસ્યા થવા લાગે છે. શિયાળાની અસર દેખાવવા લાગી છે. ત્યારે કેટલાક લોકોને હોઠ ફાટી જવાની સમસ્યા થાય છે. હોઠ સૂકાઇ જવા પર તેને વારંવાર જીભથી ટચ કરવા લાગે છે. તો લાળ હોઠના ભેજને શોષી લે છે. તેનાથી હોઠ પર પોપડી બની જાય છે અને જ્યારે હોઠ પર થયેલી પોપડીને નીકાળવા લાગે છે. જેથી હોઠ ફાટવાની સમસ્યા થઇ શકે છે.
તો દુકાનમાંથી ખરીદેલ લિપ બામ આપણને ફક્ત અસ્થાયી રીતે આરામ આપી શકે છે. શુષ્ક અને ફાટી ગયેલા હોઠની સમસ્યા અનેક કારણોથી થાય છે. જેમ હોઠ પર ધૂળ અને ડેડ સેલ્સ એકઠા થવા. અસ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવી જેમ કે, ધુમ્રપાન, દારૂ કે સ્વાસ્થ્યથી જોડાયેલી અન્ય સમસ્યાથી પણ હોઠ ફાટી જાય છે. તો આજે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ જે જોઇને તમે તમારા હોઠને મુલાયમ બનાવી શકો છો.
હોઠ ફાટી જવાનું કારણ
– જો તમે તમારા હોઠને યોગ્ય રીતે સનસ્ક્રીન્સથી પ્રોટેક્ટ નથી કરતા તો તે ફાટી જાય છે.
– ગરમીમાં ધૂળ, માટી અને પર્યાવરણ પ્રદુષણના કારણે પણ હોઠ ફાટી જાય છે.
– જ્યારે તમે મોંથી શ્વાસ લો છો તો ગરમ હવા હોઠની ઉપરથી બહાર આવે છે, જેનાથી તમારા લિપ ક્રેક થાય છે.
– કેટલીક વખત ટૂથપેસ્ટ હોઠની ત્વચાને શૂટ કરતી નથી. જેના કારણે પણ હોઠ ફાટી જાય છે.
– કેટલીક દવાઓના સેવનથી પણ હોઠ ફાટી જાય છે. જેથી દવાઓના સેવન કરતા વધારે પ્રમાણમાં તરલ પદાર્થ, જ્યૂસ અને પાણી પીઓ.
અસરકારક છે આ ઘરેલું ઉપાય
– રાત્રે સૂતા સમયે પેટ્રોલિયમ જેલી કે કોકોનટ ઓઇલ અથવા ફ્રેશ મલાઇ લગાવો. તેનાથી તમારા હોઠ મુલાયમ રહેશે.
– મેકઅપ કરતા સમયે લિપ ગ્લોસનો ઉપયોગ કરો.
– હોઠ વધારે ફાટી જાય છે તો લિપ મોઇશ્ચરાઇજર અને લિપ બામ દિવસમાં 3-4 વખત લગાવો.
– ખાણી-પીણીમાં પોષક તત્વ પૂરતા પ્રમાણમાં હોવા જોઇએ. વિટામિન સી, વિટામિન ઇ, લીલા પાન વાળ શાક અને ઋતુ અનુસાર ફળનું સેવન કરો.
હોઠને બનાવો સુંદર
તે સિવાય તમે થોડૂક મધ, ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરીને ફ્રીઝમાં રાખી લો. આ મિશ્રણને હોઠ પર લગાવો. ઘરની બહાર નીકળતા પહેલા મહિલાઓએ આ ઉપાય જરૂરથી કરવો જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..