શું તમને પણ પગમાં પડી ગયા છે વાઢિયા? લોહી નીકળે છે તો કરો આ ઘરેલું ઇલાજ, જાણો અને શેર કરો
શિયાળો શરૂ થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાથી વ્યક્તિ બહુ જ હેરાન-પરેશાન થઇ જતી હોય છે. જેને કારણે ઘણી વખત ચાલવામાં પણ સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. તો આજે અમે તમારી માટે લાવ્યા છીએ કેટલીક ટિપ્સ, જેને ફોલો કરીને તમે સહેલાઇથી તમારા પગના વાઢિયાને મટાડી શકશો. તો ચાલો જોઇએ કયા છે તે ઘરેલું ઉપચાર..
– દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવીને ખુબ હલાવવી. ત્યારબાદ એકરસ કરી લગાવવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.
– તે સિવાય હળદર, તુલસી અને એલોવેરાનો લેપ બનાવી એડી પર લગાવવો જોઇએ. જેની બહુ જલદી અસર જોવા મળે છે આ ઉપાય તમે ઘરે સહેલાઇથી કરી શકો છો.
– લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક-એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો. જેનાથી સતત થોડાક દિવસમાં વાઢિયાની સમસ્યાથી રાહત મળી શકે છે.
– જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી રૂના પૂમળાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.
– પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલા ભાગમાં પંદર મિનીટ મસળવું અને પછી ધોઇ દેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા મટવામાં મદદરૂપ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..