વરસાદની ઋતુમાં ખંજવાળથી પરેશાન છો? તો આ ઘરેલુ નુસ્ખાઓથી ખંજવાળની સમસ્યામાં મળશે રાહત
ચોમાસા (Monsoon)માં ત્વચાને લઈને અનેક સમસ્યાઓ થાય છે. સામાન્ય રીતે પરસેવો અને વરસાદના પાણીને કારણે ત્વચા પર રેશિઝ અને ખંજવાળ (Itching)ની સમસ્યા થાય છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજ રહે છે અને ગરમીના કારણે પરસેવો પણ થાય છે. પરસેવાના કારણે ત્વચા પર બેક્ટેરિયા પણ હોય છે, જેના કારણે ખંજવાળની સમસ્યા થાય છે. તમે બજારમાં મળતા પ્રિકલી હિટ્સ પાઉડરનો ઉપયોગ કરો છો, તો તેનાથી તમને તાત્કાલિક આરામ મળે છે, પરંતુ તેનાથી ફરીથી ખંજવાળ શરૂ થાય છે. આ પાઉડર ત્વચાના પોર્સને બંધ કરી દે છે, જેના કારણે પરસેવો બંધ થઈ જાય છે. પોર્સ બંધ થઈ જવાને કારણે સમસ્યા વધુ ગંભીર બની જાય છે. આ પરિસ્થિતિમાં નેચરલ અને ઘરેલુ નુસ્ખા (Home Remedies)ની મદદથી ખંજવાળની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. ખંજવાળની સમસ્યાથી કેવી રીતે રાહત મેળવવી તેની અહીં જાણકારી આપવામાં આવી છે.
લીંબુ સાથે બેકિંગ સોડાનો ઉપયોગ
જો તમને ખંજવાળ આવી રહી છે તો એક વાટકીમાં બે ચમચી બેકિંગ સોડા અને એક ચમચી લીંબુ પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લો. ન્હાતી વખતે આ પેસ્ટને ત્વચા પર લગાવી લો. 5થી 10 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ ધોઈ લો. નિયમિત આ પ્રકારે કરવાથી તમને ખંજવાળની સમસ્યાથી રાહત મળશે.
ચંદનનો ઉપયોગ
ત્વચા માટે ચંદન ખૂબ જ લાભદાયી છે. બજારમાં મળતા ચંદન પાઉડરને ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવી લો. તમે ગુલાબ જળ અને ચંદનને મિશ્ર કરીને પેસ્ટ બનાવીને લગાવી શકો છો. આ પ્રકારે કરવાથી તમને ખંજવાળની સમસ્યાથી રાહત મળશે.
લીમડાનો ઉપયોગ
લીમડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાની સમસ્યા માટે ખૂબ જ લાભદાયી છે. ખંજવાળથી રાહત મેળવવા માટે તમે લીમડાનો ઉપયોગ કરી શકો છો. લીમડાના પાનને પીસીને જે ખંજવાળ આવતી હોય તે જગ્યા પર લગાવી લો.
નારિયેલ તેલનો ઉપયોગ
નારિયેલ તેલમાં એન્ટી-ઇન્ફ્લેમેશન અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાને હેલ્ધી રાખવાનું કામ કરે છે. નારિયેલ તેલ ત્વચાને પોષણયુક્ત બનાવે છે અને ત્વચા પરના ઈન્ફેક્શનને દૂર કરે છે.
વરસાદની ઋતુમાં જો તમને ખંજવાળ આવી રહી છે, તો ન્હાતા સમયે નારિયેલ તેલથી માલિશ કરી લો અને જે જગ્યાએ ખંજવાળ આવે છે, તે જગ્યાએ નારિયેલ તેલ લગાવી લો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..