ભાવનગરમાં વિધર્મીઓની દાદાગીરી: 15 ફ્લેટધારકોને ‘ફ્લેટ અમને વેચાણથી આપી દ્યો, નહીં તો જીવવું મુશ્કેલ બનાવી દેશું’ એમ કહી ધમકી આપી

ભાવનગર શહેરના ઘોઘારોડ, મોખડાજી સર્કલ ખાતે એક કોમ્પલેક્ષના 15 જેટલા ફલેટધારકોને વિધર્મીના ટોળાએ બળજબરી કરી તેમના ફલેટ વેંચી દેવા ધાક-ધમકી આપતા ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. આ વિસ્તારમાં ભાજપના હોદ્દેદારોએ હેતુફેરના નામે મોટી રકમ લઇ એક યોજનાને મંજુરી આપી હોવાનો આ વિસ્તારના લોકોએ આક્ષેપ કરી આ પ્રોજેકટમાં વિધર્મીઓ રહેવા આવવાના હોવાથી હવે આજુબાજુની જગ્યા પણ સસ્તા ભાવે પડાવી લેવા પેંતરા ચાલતા હોવાનું જાણાવેલ છે.

ભાવનગર ઘોઘારોડ અને મોખડાજી સર્કલ પાસે રાજારામના અવેડા સામે આવેલા સ્વસ્તીક ફલેટના 15 જેટલા ફલેટધારકો છેલ્લા કેટલાક સમયથી ભયના માહોલ નીચે જીવી રહ્યાં છે. આ રહેવાસીઓના જણાવ્યા મુજબ તેમના ફલેટની સામે એક યોજના બની રહી છે અને તેમાં માત્ર વિધર્મીઓનું જ બુકીંગ થઇ રહ્યું છે તેમ જણાવી છેલ્લા કેટલાક સમયથી અમારા ફલેટધારકોને એક એક જણને બોલાવી કેટલાક લોકો ફલેટ વેંચી નાખવા માટે ધાક-ધમકી અને લાલચ આપી રહ્યાં છે પણ ત્રણ-ચાર દિવસ પહેલા 100 થી 150 લોકોનું એક ટોળુ રાત્રે આવ્યું હતું અને અમે અમારા ઘરમાં રહી ન શકીએ તે પ્રકારનું ભયનું વાતાવરણ ઉભુ કર્યું હતું એ લોકો જણાવતા હતા કે કોણ કયાં નોકરી કરો છો, ધંધો કરો છો એ તમામ માહિતી અમારી પાસે છે અને ફલેટની ઉંચી કિંમત આપીએ છીએ તેમ છતા જો તમે નહીં માનો તો પછી જે પરિણામ આવે તે ભોગવવા તૈયાર રહેજો.

ફલેટ અમને વેચાણથી આપી દયો નહી તો જીવવુ મુશ્કેલ બનાવી દેશુ. ભાવનગરમાં વિધર્મીઓને મકાન ખરિદવા-વેચવા માટે કાયદાકિય રીતે કોઇ પ્રતિબંધ નથી પણ બળજબરી થી ભય ફેલાવી થતી આ પ્રવૃતિ અંગે તંત્રએ તપાસ કરી યોગ્ય પગલા ભરવા જોઇએ તેવી લોક લાગણી છે. આ પ્રશ્ને મોડી રાત્રે રમણનગર, પન્નાચોક ખાતે જાગૃત લોકોની એક મિટિંગ પણ મળી હતી.

અશાંત ધારાની ફાઈલ MLAને કારણે અટકી પડી
ભાવનગરમાં કોમી એખલાસતા જળવાઈ રહે તે માટે અશાંતધારો લાગુ કરવા માટે જુદા જુદા સંગઠનોએ તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે માંગણી કરેલ છે. આ માટેની ફાઈલ ઘણા વર્ષોથી કલેકટર કચેરીમાં છે પણ ધારાસભ્યોના અભિપ્રાય સાથે આ ફાઈલ ઘણા વર્ષોથી કલેકટર કચેરીમાં છે પણ ધારાસભ્યોના અભિપ્રાય સાથે આ ફાઈલ સરકારમાં મંજુરી માટે મોકલવાની હોવાથી ધારાસભ્યના અભિપ્રાયના વાંકે આ ફાઈલ સરકારની મંજુરીમાં ગયેલ નથી તેમ ભગાતળાવ મિત્ર મંડળે જણાવેલ છે.

ભાજપ સંગઠને મોખડાજી સર્કલમાં હેતુફેરની મંજુરી આપી
મોખડાજી સર્કલમાં આવેલી એક જગ્યાના હેતુફેર માટે કોર્પોરેશન પાસે મંજુરી માંગવામાં આવી હતી અને સંગઠન પાંખ દ્વારા અગાઉ આ મંજુરી આપવામાં આવી ન હતી. પણ પાછળથી યેનકેન કારણોસર મંજુરી આપવામાં આવી હતી. આ જગ્યાએ બનનાર કોમ્પલેક્ષમાં વિધર્મીઓનું જ બુકીંગ થઈ રહ્યું છે. આ કારણોસર મોખડાજી સર્કલ આજુબાજુના વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ છે.

ભાજપના તેના જ મધ્યસ્થી બનીને ફલેટ વેચવાનુ કહે છે
અમે આ ફલેટ વેચાણથી આપી દઈએ એ માટે ભાજપ સંગઠનના નેતાજ મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે. એ અમને સમજાવે છે કે તમને અત્યારે આ કિંમત મળે છે તે ક્યારેય નહી મળે અને આ લોકો સામે રહેવા આવી જશે પછી તમે રહી પણ નહી શકો પણ અમારે ફલેટ વેચાણથી ન આપવો હોય તો અમારી ઉપર દબાણ શું કામ કરે છે? – સ્વસ્તિક કોમ્પલેક્ષના એક ફ્લેટધારક

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો