બહેનપણી ઘરે રોકાવા આવે તો ધ્યાન રાખજો, વડોદરામા દીકરીની મિત્રના ઘરે જ પાડ્યું ખાતર, આખો પરિવાર 25 લાખની મતા ઉસેડી ગયો

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતી વિદ્યાર્થિનીના ઘરમાં બહેનપણીના પરિવારે આયોજનપૂર્વક કરી 25 લાખની મતાની ચોરી. મુદામાલ સાથે બે મહિલા સહીત 4 ઝડપાયા

દીકરીની જ મિત્રના ઘરે ચોરી કરનાર માતા,દીકરી, દીકરો અને મિત્ર ઝડપાયા. વડોદરા પોલીસે જે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તેમાં નવા ખુલાસા થયા.એક જ પરિવારના સભ્યોએ આયોજનપૂર્વક ચોરી કરી હોવાનું ખુલતા વધુ બે ગુના નોંધાયા. ત્યારે આ ચોર પરિવાર પોલીસ યુનિફોર્મ પહેરીને ચોરી કરવા જતો હોવાનું સામે આવ્યું છે

વડોદરામાં વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં રહેતી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ઘરમાં 25 લાખની ચોરી થઈ હતી. જે કેસમાં તપાસ કરતા વિદ્યાર્થિનીની જ સહેલીની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક 25 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું. વડોદરા પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને 24.86 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા..જે આરોપીઓના અમદાવાદ ના ચાંદખેડા ખાતેના ઘરે તપાસ કરાતા એરગન સહિત ચોરી કરેલ પોલીસનો ડ્રેસ પણ મળી આવ્યો…જેને લઈને ચાંદખેડા માં અલગથી ગુનો નોધાયો. મહિલા આરોપી પોલીસના નામે પરિચય કેળવીને ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદી યુવતી મૂળ છોટાઉદેપુરના ઢોકલીયા ગામની વતની છે. અને વાઘોડિયાના આમોદર ગામ પાસેની શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતી પ્રેરણાબેન શાહ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ તમામ આરોપીઓ પ્રેરણા શાહની સહેલીના પરિવારજનો છે. પ્રેરણા શાહ સહેલી ધૃવીશા પટેલ સાથે રહે છે. ધૃવીશા પટેલ વતનમાં ગઇ તે જ દિવસે પ્રેરણા પણ તેની સહેલી યુક્તા ગઢવીના ઘરે અમદાવાદ ગઈ હતી. અમદાવાદ ગયા બાદ સહેલી યુક્તાની માતા નીલમ ગઢવીએ પોતાની દીકરી યુક્તા, પુત્ર સિદ્ધાર્થને ફરવા માટે મોકલી દીધા હતા.

દીકરીની સહેલીના ઘરે ચોરી કરવા નીલમબેન ગઢવી અને તેના મિત્ર શૈલેષભાઈ કેશાભાઈ પટેલ આમોદર પ્રેરણાના ઘરે આવી પહોંચ્યા હતા. અને સોસાયટીમાં કોઇ જોવે નહિં તે રીતે સિફતપૂર્વક પ્રેરણાના ઘરમાં 25 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું.

આરોપીના પરિવારે ચોરી કર્યા બાદ એક એવી ભૂલ કરી કે જેનાથી તમામ લોકો ગિરફત માં આવી ગયા. પ્રેરણાને તેની મિત્રએ ફોન કરીને જણાવ્યું કે, આરોપી યુક્તાના મોબાઇલ ફોનના સ્ટેટસમાં સેમસંગ કંપનીનો ફોલ્ડ થ્રી મોબાઇલ ન્યુ એડેડ એમ લખીને મૂક્યો છે. આ સમાચાર મળતાં તપાસ કરી ખાતરી કરતા આ મોબાઈલ આરોપી માતાનો હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે એવી પણ શંકા ગઈ કે ઘરમાં થયેલી ચોરી સહેલી યુક્તા તેની માતા નીલમબેન ગઢવી તેના ભાઈ સિધ્ધાર્થ એ કરી છે.

આથી પ્રેરણાએ પોતાની સહેલી યુક્તા ગઢવી તેની માતા, ભાઇ અને સહેલીની માતાના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા હકીકતો સામે આવી અને આરોપીઓની ધરપકડ કરાઈ. ત્યારે આરોપીના ઘરેથી મળી આવેલ પોલીસ ડ્રેસ બાબતે અનેક લોકોને ડરાવી પૈસા પડાવી કે લૂંટ કરી અથવા આવા જ પ્લાનિંગ થી અનેક ચોરીઓ કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે..

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો