જો મોદી 20 વર્ષ દેશના PM રહે તો દેશમાંથી ગરીબી નાબૂદ થઇ જશે: કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહ

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું કહેવું છે કે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 વર્ષ હજુ દેશના પ્રધાનમંત્રી રહેશે તો દેશમાંથી ગરીબી નાબૂદ થઇ જશે. બિહારના બેગૂસરાયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ થેલા વિતરણ સમારોહમાં સામેલ થયેલા મંત્રીએ આ વાત કહી હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ થતા અનાજ વિતરણમાં એક થેલો પણ સાથે આપવામાં આવે છે. રાજય સરકારો પણ અનાજ વિતરણની સાથે થેલો આપી રહી છે. સરકારે એવું નક્કી કર્યું છે કે દેશની જુદી જુદી દુકાનો પર જઇને થેલામાં મફત અનાજ વિતરણની શરૂઆત લોક પ્રતિનિધિઓ કરશે. આ પહેલાં બિહારમાં ભાજપના નેતા સુશીલ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન વિતરણનું લોકાપર્ણ કરતી તસ્વીર શેર કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બિહારના બેગૂસરાયના ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સાંખ ગામમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ થેલા વિતરણ સમારોહની શરૂઆત કરી હતી અને રાશન કાર્ડ ધરાવતા લોકોને થેલામાં મફત અનાજ વિતરણ કર્યું. આ કાર્યક્રમ પછી પત્રકારો સાથે વાતચીતમાં ગિરિરાજ સિંહે કહ્યુ હતું કે, એક સાંસદ હોવાને નાતે હું નથી કહી રહ્યો, પરંતુ ગરીબ લોકો જ એવું ઇચ્છે છે કે દેશમાં નરેન્દ્ર મોદી 20 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહે, જેથી દેશમાં ગરીબી નાબૂદ થઇ જાય. મંત્રીએ કહ્યું કે આ ગરીબોની પુકાર છે.

ગિરિરાજ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો માટે એટલાં બધા કામો કર્યો છે કે આજે ગરીબો જ એવું ઇચ્છે કે તેઓ 20 વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોને આવાસ, શૌચાલય, વિજળી,ચુલા, પાણી અને આયુષ્માન કાર્ડની વ્યવસ્થા કરી આપી. આવા તો અનેક કામો ગરીબો માટે પ્રધાનમંત્રીએ કર્યા છે.

ગિરિરાજ સિંહે કહ્યું કે ભગવાન કર કે મોદી 20 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહે, જેથી ગરીબોની રક્ષા થઇ શકે. મંત્રીએ આગળ કહ્યું કે, કોરોના મહામારીના સમયમાં દેશનો એક પણ ગરીબ વ્યકિત ભુખો ન સુએ તેના માટે પ્રધાનમંત્રીએ વર્ષ 2020 અને વર્ષ 2021માં કોરોનાના બનેં વેવમાં ગરીબોને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ દેશના 80 કરોડ લોકોને મફત અનાજ વિતરણ કરવાનું કામ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો