સચિવાલયમાં હવે કોઇ રૂપિયા માગી કામ કરવાનું કહે તો આપતા નહીં

સચિવાલય સ્થિત સ્વર્ણિમ સંકુલમાં રૂપિયા માટે કામની ફાઇલો લઇને ફરતા વચેટીયા તત્વો કે સત્તાના દલાલોને પ્રવેશ કે મુલાકાત નહીં આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે કોઇ અરજદાર કે ઉદ્યોગજૂથને કોઇ કામ હોય તો સીધા તેના પ્રતિનિધિને મુલાકાત આપવા કહેવામાં આવ્યું છે.

ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે મુખ્યમંત્રી કક્ષાએથી કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટના સભ્યો તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે કે કોઇ અરજદાર કે નાના-મોટા ઉદ્યોગજૂથોની ફાઇલો ક્લિયર કરાવવા માટે ફરતા વચેટીયા તત્વોને દૂર રાખવામાં આવે, કેમ કે તેમના કારણે મંત્રીઓના કાર્યાલય તેમજ સચિવાલયના વિભાગોમાં ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં તો વચેટીયા તત્વોને પ્રવેશ નહીં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ હવે તો કેબિનેટના સભ્યોના કાર્યાલયમાં પણ તેમને મુલાકાત નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસે એવી ફરિયાદ પહોંચી હતી કે સરકારી કામકાજમાં અરજદારો પાસેથી વચેટીયા તત્વો પૈસાના માગણી કરી રહ્યાં છે.

મંત્રીએ કહ્યું છે કે હવે કોઇપણ વચેટીયો પૈસાની માગણી કરે તો અરજદાર મને સીધો ફોન કરી શકે છે. હું આ મામલો ગૃહ વિભાગની મદદ લઇને નિપટાવી લઇશ. આ કામ માટે જરૂર પડશે તો પૈસાની માગણી કરતા તત્વોને નશ્યત કરવા માટે ગૃહ વિભાગની મદદ લેવામાં આવશે.

રાજેન્દ્ર ત્રિવેદીએ અગાઉ એવું કહ્યું હતું કે સરકારમાં બેઠેલા કોઇપણ અધિકારી કે કર્મચારી રૂપિયાની માગણી કરે તો તેનો વિડીયો ઉતારીને મને અથવા મારા કાર્યાલયમાં મોકલી આપશો કે જેથી હું તેની સામે ત્વરીત પગલાં લઇ શકું. અરજદારો કામ લઇને સીધા મારી પાસે આવી શકે છે. જો અરજદારનું કામ સાચું હશે અને નિયમ પ્રમાણે થતું હશે તો તેને બીજો ધક્કો ખાવો નહીં પડે.

મહેસૂલ મંત્રીની જેમ કેબિનેટના બીજા મંત્રીઓના કાર્યાલયમાં પણ વચેટીયા સામે સાવધાન રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આવા તત્વો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાંથી સચિવાલયમાં આવતા હોય છે. તેઓ અનેક અરજદારો કે નાના-મોટા ઉદ્યોગજૂથોના કામ લેતાં હોય છે. કામ નક્કી થયા પછી જે વિભાગમાં ફાઇલ ક્લિયર કરાવવાની હોય ત્યાં રૂપિયાની વહેંચણી કરે છે અને તે વચેટીયો કામના બદલામાં રૂપિયા પડાવે છે અને ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો