પોલીસના આશીર્વાદ કે બિલ્ડરનું પીઠબળ?: રાજકોટમાં ત્રણ વર્ષમાં 20 મકાન બળજબરીથી ખાલી કરાવાયાં છતાં ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી શા માટે નહીં?
રાધેક્રિષ્ના સોસાયટીમાં ભૂમાફિયાઓએ ગેંગ રચી એક પછી એક મકાન પર કબજો જમાવી 20 મકાન પર કબજો જમાવી દીધો છતાં પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતાં અંતે મામલો હત્યાની કોશિશ સુધી પહોંચ્યો હતો, ગેંગ રચીને ગોરખધંધા રચનાર મયૂર જાડેજા સહિતના શખ્સો સામે ગુજસીટોક હેઠળ શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો સવાલ સોસાયટીના રહીશોએ કહ્યો હતો.
બ્રિજેશ ધુલેશિયા અને અશોકસિંહ બારડે કહ્યું હતું કે, મયૂર જાડેજા, ભરત ઉર્ફે ભૂરો અને તેની ટોળકીને પોલીસના આશીર્વાદ છે, અનેક વખત પોલીસને રજૂઆત કરવામાં આવી પરંતુ કોઇ કાર્યવાહી થતી નથી.
ભૂમાફિયાઓને ખ્યાતનામ બિલ્ડરનું પીઠબળ હોવાની પણ શંકા વ્યક્ત કરી હતી, છેલ્લા ત્રણ વર્ષમાં આ ગેંગે 20 મકાન ખાલી કરાવ્યા છે અને બાકીના 18 મકાન ખાલી કરાવવા કાયદો હાથમાં લઇને લોકોને હેરાન કરી રહ્યા છે, પીએમઓ, સીએમઓ, માનવ અધિકાર પંચને લેખિતમાં અને મુખ્યમંત્રી તથા પોલીસ કમિશનરને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઇ પરિણામ આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..