તમે ઘરે જાતેજ આ રીતે જાણો દૂધ અસલી છે કે નકલી

નોર્મલ જ નહિ પરતું બ્રાન્ડેડ દૂધમાં પણ ભેળસેળ આવી રહી છે. દિલ્હીમાં તપાસ માટે 165 નમૂનાઓ ભેગા કરવામાં આવ્યા હતા, તેમાંથી 21 ગુણવતાના માપદંડ પર ફેલ થઈ ગઈ છે. આશ્ચર્ય કરાવે તેવી બાબત એ છે કે અમુલ અને મધર ડેરના નમૂના પણ તેમાં સામેલ હતા, જે માપદંડ પર ખરા ઉતર્યા નથી. અમે જણાવી રહ્યાં છે કે તમે કઈ રીતે જાણી શકો છો કે તમારા ઘરે જે દૂધ આવે છે, તે અસલી છે કે નકલી. ફુડ ઈન્સ્પેકટર(ઈંદોર) મનીષ સ્વામીનું કહેવું છે કે કેટલીક એવી રીતો છે, જેનાથી તમે આ અંગેની માહિતી મેળવી શકો છો. જોકે હવે મોટા ભાગના શહેરોમાં લેબ પણ શરૂ થઈ ગઈ છે. તમારે વર્ષે એક વખત તો ઘરે જે દૂધ આવતું હોય તેનું પણ ચેકિંગ કરાવવું જોઈએ.

ઘરમાં કઈ રીતે ચેક કરી શકો છો

– અસલી દૂધને હાથોની વચ્ચે રગડવા પર કોઈ ચીકાશ અનુભવાતી નથી. જયારે નકલી દૂધને જો તમે હાથોની વચ્ચે રગડશો તો તમને ડિટર્જન્ટ જેવી ચીકાશ અનુભવાશે.

– અસલી દૂધમાં નોર્મલ ફીણ થાય છે, જયારે નકલી દૂધમાં એકસ્ટ્રાઓર્ડીનરી ફીણ થાય છે.

– કોઈ ચિકણી જગ્યા પર દૂધનું એક ટીપું ડ્રોપ કરશો તો દૂધ આગળ વધી જશે. તેમાં કોઈ વસ્તુંને ભેળવવામાં આવી હશે તો તે ત્યાં જ રહી જશે.

– દૂધમાં સ્મેલ કરીને પણ તમે જાણી શકો છો કે તેમાં કોઈ વસ્તુને મેળવવામાં આવી છે કે કેમ. જોકે ભેળસેળીયા દૂધમાં ઘણીવાર ચા, કોફી આપવામાં આવે છે. જેનાથી ભેળસેળ કરવામાં આવી છે કે કેમ તે જાણી શકાતું નથી.

– અસલી દૂધ સ્ટોર કરવા પર તેનો રંગ બદલતું નથી, નકલી દૂધ થોડા સમય બાદ પીળું થવા લાગે છે.

કઈ રીતે બનાવવામાં આવે છે સિન્થેટિક દૂધ

– સિન્થેટિક દૂધ બનાવવા માટે તેમાં યુરિયા નાખીને તેને ઉકાળવામાં આવે છે.

– બાદમાં તેમાં કપડા ધોવાનો ડિટર્જન્ટ, સોડા સ્ટાર્ચ, ફોરમેલિન અને વોશિંગ પાવડર મેળવવામાં આવે છે.

– બાદમાં તેમાં થોડું દૂધ મેળવવામાં આવે છે.

કેટલી કાર્યવાહી થઈ શકે છે

– દૂધની ગુણવતા ખરાબ થવા પર દોષીને 5 હજારથી 5 લાખ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે.

– દૂધમાં કોઈ એવી વસ્તુ મેળવવામાં આવી હોય, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો એવામાં દોષીને 6 માસથી લઈને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે.

– કોઈ જીવ લઈ શકે તેવી વસ્તુ મળી હોય તો આજીવન કારાવાસ પણ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો