IAS ઓફિસર સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા દર અઠવાડિયે ખરીદી કરવા 10 કિ.મી. ચાલીને જાય છે

મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં તહેનાત આઇએએસ અધિકારી રામસિંહ આજકાલ ચર્ચામાં છે. તેઓ સરકારી ભપકો છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિ.મી. ચાલીને શાકભાજી ખરીદવા જાય છે. તે પાછળનો હેતુ પણ ખાસ છે. આમ કરીને તેઓ સ્થાનિક ખેડૂતોની મદદ કરવા ઇચ્છે છે. સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણનો સંદેશ આપવાનો પ્રયાસ કરે છે. આ મિશનમાં તેમની પત્ની પણ સાથે હોય છે. તદુપરાંત, તેમની નાનકડી દીકરી પણ માની પીઠ પર પહાડી પગદંડીઓના ઉતાર-ચઢાવનો અહેસાસ કરે છે. આ રીતે જવાનો નિર્ણય પણ બંનેએ ભેગા મળીને જ કર્યો છે.

ન પ્લાસ્ટિક, ન વાહનનું પ્રદૂષણ, ન ટ્રાફિક જામ, મોર્નિંગવૉક પણ

રામસિંહ પોતાની પીઠ પર ઓર્ગેનિક શાકભાજીથી ભરેલું વાંસનું બાસ્કેટ પણ લઇને ચાલે છે, જેમાં 20 કિલો શાકભાજી હોય છે. સરકારી ગાડી છોડીને પગદંડીઓ પર તો ક્યારેક પહાડી રસ્તા પર જવાનું કારણ એટલું જ છે કે તેઓ સ્થાનિક ખેડૂતોએ ઉગાડેલા શાકભાજી જ ખરીદવા માગે છે. તેનાથી ખેડૂતોને મદદ પણ થાય છે અને તેમને પણ તાજા ઓર્ગેનિક શાકભાજી મળી જાય છે. તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરીને લખ્યું છે કે, ‘21 કિલો ઓર્ગેનિક શાકભાજીની ખરીદી, ન પ્લાસ્ટિક, ન વાહનનું પ્રદૂષણ, ન ટ્રાફિક જામ, મોર્નિંગવૉક પણ.’રામસિંહની પોતાને અને પરિવારને પણ ફિટ રાખવાની અને પ્લાસ્ટિક દૂર કરવાની આ પહેલ અન્ય અધિકારીઓને પણ ગમી રહી છે. તેઓ આને અમલદારશાહીનો નવો ચહેરો ગણાવી રહ્યા છે.

વાંસનું બનેલું બાસ્કેટ લઇને ચાલવાના ફાયદા બીજાને જણાવે છે

રામસિંહના કહેવા મુજબ લોકો ફરિયાદ કરતા હતા કે શાકભાજી લઇને ચાલવું મુશ્કેલ છે. મેં તેમને સલાહ આપી કે ‘કોકચેંગ’ (વાંસનું બાસ્કેટ) લઇને ચાલો, જેથી પ્લાસ્ટિક સામે લડી પણ શકાય પરંતુ તેઓ ટાળતા હતા. તેથી હું અને મારી પત્ની કોકચેંગ લઇને જવા લાગ્યાં. હવે લોકો પણ તેના ફાયદા સમજવા લાગ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો