એરફોર્સે જાહેર કરી રડાર ઈમેજ, વાયુસેનાએ કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે છે મજબૂત પુરાવા
ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક JF 17 ફાઈટર પ્લેન જોવા મળે છે.
એર વાઇસ માર્શલ આરજીકે કપૂરે કહ્યું કે અમારી પાસે આ સિવાયના વધુ વિશ્વસનિય પુરાવાઓ છે કે ઘૂસણખોરી દરમિયાન પાકિસ્તાને પોતાના F 16 વિમાનને ગુમાવ્યું છે. પરંતુ સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને અમે આ સુચનાને બધાંની સામે ન લાવી શકીએ. તેઓએ કહ્યું કે પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન (ડીજીઆઈએસપીઆર) દ્વારા જાહેર થયેલાં કેટલાંક નિવેદનોથી પણ અમારા દાવાની પુષ્ટિ થાય છે.
પાકિસ્તાન પાયલટને લઈને જુઠ્ઠં બોલ્યું- એરફોર્સ
કપૂરે જણાવ્યું કે ડીજી- આઈએસપીઆરએ તેના શરૂઆતના નિવેદનમાં કહ્યું હતું કે 3 પાયલટ છે. તેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. અને અન્ય બે હાલ ક્ષેત્રમાં છે. બાદમાં ડીજી-આઈએસપીઆરે પ્રેન્સકોન્ફોરન્સમાં કેમેરાની સામે કહ્યું હતું કે અમારી પાસે બે પાયલટ છે. તેમાંથી એક કસ્ટડીમાં છે અન બીજો હોસ્પિટલમાં દાખલ છે. આ નિવેદનની પાકિસ્તાનના વડાપ્રધાને પણ પુષ્ટી કરી હતી. તેની પરથી સાબિત થાય છે કે તે દિવસે 2 એરક્રાફટને તોડી પાડવામાં આવ્યા હતા.
#WATCH: Air Vice Marshal RGK Kapoor in the radar images shows the location of the shooting down of F-16 of Pakistan Air Force (PAF) by Indian Mig piloted by Wing Commander Abhinandan pic.twitter.com/CPuf2qf0nT
— ANI (@ANI) April 8, 2019
Indian Air Force (IAF) releases AWACS (Airborne Warning And Control System) radar images. pic.twitter.com/axy2uVObWZ
— ANI (@ANI) April 8, 2019