ઇન્ડિયન એરફોર્સ PUBGને આપશે ટક્કર, લોન્ચ કરશે મોબાઇલ ગેમ

દુનિયામાં અત્યારે સૌથી લોકપ્રિય મનાતી પબજી ગેમને હવે ઇન્ડિયન એરફોર્સ આપશે ટક્કર. એરફોર્સ હવે નવી મોબાઇલ ગેમ લોન્ચ કરવા જઇ રહી છે. એરફોર્સે તેનો ટીઝર વિડીયો પણ લોન્ચ કર્યો છે.

આ ગેમને એરફોર્સ દ્વારા 31 જુલાઇએ વિધિવત રીતે લોન્ચ કરાશે. આ ગેમમાં પાકિસ્તાનના વિમાનને તોડી પાડનાર એરફોર્સના કેપ્ટન અભિનંદનને હીરો બતાવવામાં આવ્યો છે. એન્ડ્રોઇડ અને એપલના ફોન પર આ ગેમ રમી શકાશે. આ ગેમ તમને એરફોર્સના પાઇલટના જેવો ફાઇટર પ્લેન ઉડાવવાનો થ્રીલીંગ અનુભવ કરાવશે.

એરફોર્સે આ જાણકારી તેના ઓફિશિયલ ટવીટર હેન્ડલ પરથી ટવીટ કરીને આપી છે. જેમાં જણાવાયું છે કે એરફોર્સ દ્વારા ડેવલપ કરાયેલી ગેમ આવી રહી છે. શરુઆતમાં સિંગલ પ્લેયર વર્ઝન લોન્ચ થશે. પણ તે પછી મલ્ટીપ્લેયર વર્ઝન પણ જલ્દી લોન્ચ કરાશે. આ ગેમ લોન્ચ કરવાનો હેતુ મનોરંજનની સાથે સાથે આશય એરફોર્સ માટે યુવાનોમાં આકર્ષણ ઉભુ કરવાનો પણ છે.

ગેમમાં એરફોર્સના મીગ, સુખોઇ જેવા ફાઈટર વિમાનોનો રોમાંચ માણવા મળશે. જોકે આ ગેમની થીમ અને ગ્રાફિકસ યુવાનો તથા ગેમ્સના શોખિનોને કેટલા આકર્ષી શકે છે તે હવે જોવાનું રહેશે. તેમ છતાં આ ગેમ આકર્ષણ જરુર ઉભુ કરશે તેમ મનાઇ રહ્યું છે. ભારતીય સુરક્ષા દળ દ્વારા મોબાઇલ ગેમ ડેવલપ કરાઇ હોય તેવો આ પ્રથમ બનાવ છે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો