ખજૂરભાઈ ફેમ નીતિન જાનીએ કર્યું એલાન: મારી આવકના 95 ટકા હું ગુજરાતીઓ માટે વાપરીશ
ખજૂર તરીકે ફેસમ યુટ્યુબર નીતિન જાનીએ એવું એલાન કર્યુ છે કે તેની કમાણીના 95% રૂપિયા તે ગુજરાતીઓ માટે વાપરશે.
યુટ્યુબ પર વીડિયો બનાવીને ફેમસ થયેલ નીતિન જાનીએ થોડા સમય પહેલા જ જે લોકોના મકાન કાચા હતા તેમને પાકી છત અપાવી હતી અને બાદમાં એવું એલાન કર્યું કે તે એક કે 2 કાચા મકાન પાકા નહી કરાવે પરંતુ તે શક્ય હશે તે બધા મકાનને પાકી છત અપાવશે. હાલમાં જ તે જેકપુરમાં સ્વામિનારાયણ મહિલા મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યો હતો.
યુવાનોને આપ્યો સફળતાનો મંત્ર
નીતિને યુવાનોને સંબોધતા કહ્યું કે, જો જીવનમાં સફળ થવું હોય તો મોડી રાત સુધી જાગવાનું બંધ કરી દો, લોકોની નિંદા કરવાનું બંધ કરો અને સંગત સારી રાખવી. મોબાઇલમાં ગેમ રમવાનું બંધ કરી દો. આટલું કરવાથી જીવનમાં ઘણા બદલાવ આવી જશે.
જે વિકાસ કરે તે પૂજનીય
નીતિને આગળ કહ્યું કે જે સંતો, માણસો વિકાસના કાર્યો કરે છે તે હંમેશા પૂજનીય હોવા જોઇએ, જેતપુરમાં સાધુ સંતોનો આશીર્વાદ લેવા આવ્યો છુ અને ભગવાનને પ્રાર્થના છે કે એટલી તાકાત આપે કે ગુજરાતમાં જેટલા પણ મકાન કાચા છે તેને પાકા કરી શકાય.
સાધુ સંતના આશીર્વાદમાં તાકાત
ખજૂર ભાઇએ કહ્યું કે, ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ કે સાધુ સંતોના આશીર્વાદમાં તાકાત હોય છે. જ્યારે પણ આપણે સારુ કામ કરીએ છીએ તો કોઇ અદ્રશ્ય તાકાત આપણી સાથે હોય છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 161 કાચા ઘરને પાકા બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..