સત્યપાલ મલિકનો ચોંકાવનારો દાવો: અંબાણી અને RSSના માણસની ફાઇલ ક્લિયર કરવા મને 300 કરોડની લાંચની ઓફર થઇ હતી

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ અને હાલના મેઘાલયના ગર્વનર સત્યપાલ મલિકે (Satyapal Malik)એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે તેઓ જ્યારે જમ્મુ કશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને એવું કહેવાયું હતું કે તેઓ અંબાણી અને એક RSSથી જોડાયેલી વ્યક્તિની બે ફાઇલોને મંજૂરી આપી દો તો તેમને લાંચમાં રૂ. 300 કરોડ આપવામાં આવશે. જોકે, તેમણે બન્ને સૌદા રદ કરી દીધા હતા. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન મોદીએ પણ તેમના નિર્ણયને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ભ્રષ્ટાચાર પર કોઇ સમાધાન કરવાની જરૂર નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નવભારત ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ સત્યપાલ મલિકે રાજસ્થાનના ઝૂંઝનુંમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે તેઓ જ્યારે કશ્મીર ગયા ત્યારે તેમની પાસે મંજૂરી માટે બે ફાઇલો લાવવામાં આવી હતી. એક અંબાણીથી સંબંધિત હતી અને બીજી આરએસએસના એક વ્યક્તિથી સંબંધિત હતી. આ વ્યક્તિ ત્યારે ભાજપ અને પીડીપીની ગઠબંધ સરકારમાં મંત્રી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક હોવાનો દાવો પણ કર્યો હતો.

મલિકે વધુમાં કહ્યું કે બન્ને વિભાગોના સચિવોએ તેમને જણાવ્યું કે તે ફાઇલો સાથે અનૈતિક કામકાજ જોડાયેલું છે એટલે તેમને બન્ને સૌદા રદ કરી દીધા હતા. ત્યારે સચિવોએ તેમને કહ્યું હતું કે જો તેઓ બન્ને ફાઇલો મંજૂર કરી દેશે તો તેમને રૂ. 150-150 કરોડ મળશે. પરંતુ ત્યારે મેં તેમને કહી દીધું કે હું પાંચ જોડી ઝભ્ભા લેંઘા લઇને આવ્યો છું અને તે જ લઇને પરત પણ જઇશ.

તેમના આ ભાષણને સોશિયલ મીડિયા પર કોઇએ મૂક્યું છે. મલિકે ફાઇલો અંગે કોઇ ફોડ પાડ્યો ન હતો પરંતુ કહેવાય છે કે તે સરકારી કર્મીઓ, પેન્શનધારકો અને માન્યતા પ્રાપ્ત પત્રકારો માટે એક ગ્રુપ ઇન્શ્યોરન્સ પોલિસી અમલમાં લાવવા માટેની ફાઇલો હતી. આ માટે સરકારે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ માટે કરાર કર્યો હતો.

મલિક ખેડૂતો માટે પણ અવાજ ઉઠાવી રહ્યા છે
સત્યપાલ મલિક હાલ આંદોલન કરનારા ખેડૂતો માટે પણ અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે થોડા દિવસ અગાઉ કહ્યું હતું કે જો ખેડૂતો સાથે સરકાર વાત નહીં કરે તો બીજી વાર સરકાર નહીં આવે. સરકારે ખેડૂતોની સમસ્યાઓનો અંત લાવવો જોઇએ. તે માટે હું મધ્યસ્થી બનવા તૈયાર છું. જો સરકાર ખેડૂતોને એમએસપી ગેરન્ટી આપે તો આંદોલન સમેટી લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો