હું પણ દૂધ ઉત્પાદક હતો, વળતર ન મળતા પશુ વેચી દીધા હતા: ભાજપ પ્રદેશ પ્રમુખ C.R.પાટીલ

બરોડા ડેરીના 2.50 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યો દ્વારા આંદોલન કર્યુ હતું. જેમાં કેતન ઇનામદાર સહિત ચાર ધારાસભ્યો તેમજ બરોડા ડેરીના સંચાલકો સાથે બેઠક કરી ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. 27 કરોડ ભાવ ફેર રૂપે અપાવાયા હતા. જે બદલ આજે સી. આર. પાટીલનો અભિવાદન સમારોહ વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, ડેરીના સંચાલકો અને કેતન ઇનામદાર સહિતના ધારાસભ્યો વચ્ચે ગેરસમજ હતી તે દૂર થઇ છે.

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરીના 2.50 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં ભાવ ફેરને લઇને આંદોલન શરૂ કરાયું હતું. જેમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પણ જોડાયા હતા. જે આંદોલનના સમાધાન માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે મધ્યસ્થી કરી હતી. જે બદલ આજે વડોદરાના સમા સાવલી રોડ પર આવેલા એસપી પટેલ ફાર્મ ખાતે સી. આર. પાટીલનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવા બદલ સી. આર. પાટીલનો આભાર માન્યો હતો. જ્યારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, હું પણ દુધ ઉત્પાદક હતો. પુરતુ વળતર ન મળતા પશુઓ વેચી દિધા હતા. આપ સૌ ભાગ્યશાળી છો કે ભાજપના નેત્રુત્વ સાથે ચારેય ધારાસભ્યને કારણે આ ભાવ વધારો મળી રહ્યો છે. ભાજપ હંમેશ પ્રજા ના પ્રશ્નો ઉકેલવા માટે અગ્રેસર રહ્યો છે અને રહેશે.

કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રાીવાસ્તવ, ભાજપના પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોન ઇન્ચાર્જ ભાર્ગવ ભટ્ટ, વડોદરા જિલ્લા પ્રભારી પરાક્રમસિહ જાડેજા, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, મેયર કેયુર રોકડીયા સહિત જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો