સુરતના બારડોલીમાં વિદ્યાર્થીઓ ચલાવે છે ભૂખ્યા લોકો માટે અનોખી રોટી બેન્ક- આઈ એમ હ્યુમન
સુરત જિલ્લાના બારડોલીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કાર્યની સાથે યુવાનો નગરમાં ભિક્ષુકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. 70થી વધુ યુવાનોએ આઈ એમ હ્યુમન નામની સંસ્થાની સ્થાપના કરી છે. જેઓ સાંજ પડેને એક જગ્યાએ એકત્રિત થઈ નગરમાં વધેલું જમવાનું , રોટલી ઉઘરાવવામાં આવે છે. નગરજનો પણ સેવા કાર્યમાં નહીં જોડાય શકતા આવા યુવાનો ને મદદરૂપ થઇ રહ્યા છે. બારડોલી નગરમાં આઈ એમ હ્યુમનના યુવાનો એ હરતી ફરતી રોટી બેન્ક જાણે નગરમાં બનાવી દીધી છે.
શાસ્ત્રી રોડથી શરૂ કરીસ્ટેશન રોડ સહિત ના અનેક વિસ્તારો માં ભૂખ્યા સુતેલા અને જરૂરિયાત મંદ ભિક્ષુકો અને ભૂખ્યા લોકોને નગરમાંથી ઉઘરાવેલા ભોજનનું આપવામાં આવે છે. અને તેને જ શ્રેષ્ઠ પુણ્ય પણ આ યુવાનો માની રહ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી બારડોલી નગરમાં ભિક્ષુકો માટે સારું કરેલ વિરાટ કાર્ય ની સરાહના થઈ રહી છે. અને જેમના જમવાથી ભૂખ્યા લોકો ના પેટ માં સંતોસ થાય છે. એ ભિક્ષુકો પણ આશીર્વાદ આપી રહ્યા છે. યુવાનો દ્વારા ચાલતી આઈ એમ હ્યુમન સંસ્થા દ્વારા નગરમાં જરૂરિયાત મંદો માટે સેવાકીય યજ્ઞ કરાઈ રહ્યો છે.
રોટી બેંક ચલાવતા આ યુવાનો કોઈ મોટો વ્યવસાય નહીં પરંતુ તમામ વિવિધ ક્ષેત્ર માં અભ્યાસ કરતા યુવાનો છે. જેઓ અભ્યાસ કાર્યની સાથે ભૂખ્યા લોકોને ભોજન પૂરું પાડી સાચા અર્થમાં માનવ સેવા કરી રહ્યા છે.
વૃક્ષો વાવો પર્યાવરણ અને જીવન બચાવો.
વૃક્ષો એ મનુષ્ય જીવનને મળેલી કુદરત ની અમૂલ્ય ભેટ છે. પણ મનુષ્ય આડેધડ વૃક્ષો કાપીને પર્યાવરણ ને નુકસાન કરી રહ્યું છે, જેની વિપરીત અસર આપણે મેહસૂસ કરી રહ્યા છીએ. આવું જ રહ્યું તો વૃક્ષો જ નહિ રહેશે અને જેના લીધે ગરમી વધશે તથા વરસાદ ઘટસે અને પિવાયોગ્ય પાણી નું પ્રમાણ ઘટશે. તો વધુમાં વધુ વૃક્ષો વાવી આપણે પર્યાવરણ અને માનવ જીવન બચાવીએ. આ હેતુ થી જો આપ વૃક્ષારોપણ કરવા માંગતા હો તો આઈ એમ હ્યુમન વૃક્ષારોપણ ૨૦૧૯ ના સથવારે આપ એમના સભ્યો નો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો, એમના સભ્યો આપશ્રીને વિનામૂલ્યે વૃક્ષો વાવી આપશે. તદુપરાંત જો આપ શ્રી પાસે અથવા આપની આસપાસ વૃક્ષારોપણ માટે જગ્યા હોય તો પણ તમે એમનો સંપર્ક કરી શકો છો. તેઓ ત્યાં આવીને વૃક્ષારોપણ કરી જશે.. તમે પણ પર્યાવરણ અને મનુષ્ય જીવનની જાણવણી માં મદદરૂપ થઈ શકો છો.
આઈ એમ હ્યુમન કપડાં ઘર
આઈ એમ હ્યુમન ફાઉન્ડેશન ની સફળતા ને આગળ ધપાવતા હવે તેઓ ટૂંક સમયમાં જ ગરીબો ને વસ્ત્રો મળી રહે તે હેતુથી આઈ એમ હ્યુમન કપડાં ઘર ની સ્થાપનના કરવા જઈ રહ્યા છે. જેમાં તમે તમારા ઘર ના કોઈપણ જૂનાં અને નવા કપડાં મૂકી શકો છો. જેથી જરૂરિયાત ગરીબ અને નિર્વસ્ત્ર લોકો ત્યાં થી કપડાં લઈ જઈ શકે અને એનો સદુપયોગ થઈ શકે. આજ સુધી જેમ બારડોલી ની દાન પ્રિય જનતા એ તેમને સાથ આપ્યો છે, તે જ રીતે આ ઉમદા કાર્યમાં પણ સહભાગી થઈ મદદરૂપ થશો એવી આશા રાખી રહ્યા છે
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો