ઘરવાળીને કહ્યું બાજૂમાં આંટો મારીને આવું! પછી ફ્લાઈટ પકડીને યુક્રેનમાં યુદ્ધ લડવા પહોંચી ગયો, ઘરમાં થયા ડખ્ખા
રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો આજે અગિયારમો દિવસ છે, જો કે, યુક્રેનની સેના રશિયાને જવાબ આપવામાં બરાબરની ટક્કર આપી રહ્યા છે.
યુક્રેન પર રશિયાના આક્રમણને 11 દિવસ થઈ ગયા છે. રશિયાના સરકારી મીડિયાએ માહિતી આપી છે કે, સેના યુક્રેનના બે વિસ્તારમા અસ્થાયી સંઘર્ષ વિરામનું પાલન કરી રહી છે, જેથી સામાન્ય નાગરિકોને ત્યાંથી બહાર કાઢી શકાય. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કી યુક્રેનમાં નો ફ્લાઈ ઝોન ઘોષિત કરવાથી નાટોના ઈન્કારના એક દિવસ બાદ શનિવારે એક વીડિયો કોન્ફ્રેંસ દ્વારા અમેરિકી સેનેટરોને હાલતની જાણકારી આપનારા છે. આ તમામની વચ્ચે હેરાન કરી દેવાની કહાની જોવા મળી છે, જ્યાં એક બ્રિટેનના નાગરિકે પોતાની પત્નીને ખોટુ બોલીને સીધો યુક્રેનમાં પહોંચી ગયો હતો.
ઘરવાળીને કહ્યા વગર યુદ્ધમાં જોડાઈ ગયો
પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, વિરલનો રહેવાસી એક શખ્સ પોતાની પત્નીને એવું કહીને નિકળી ગયો કે, તે બાજૂમાં થોડી ફરીને આવે, પણ તે ફ્લાઈટ પકડીને સીધો પોલેન્ડ પહોંચી ગયો હતો. મેડાયકા ગામ દ્વારા તેણે બોર્ડર પાર કરી અને યુક્રેનમાં પ્રવેશ કરી લીધો. બાદમાં તે જઈને યુક્રેનની સેનાની મદદ કરવા પહોંચી ગયો અને રશિયા વિરુદ્ધના જંગમાં શામેલ પણ થઈ ગયો.
પત્ની થઈ ગઈ નારાજ, વાત કરવા પણ તૈયાર નથી
મીડિયા સાથે વાતચીત દરમિયાન શખ્સે જણાવ્યું કે, પત્નીને જ્યારે ખબર પડી તો તે ખૂબ જ નારાજ થઈ ગઈ. એટલા માટે તે યુક્રેનમાંથી થોડા સમય બાદ કોલ કરીને બધું જણાવી દીધું. તેણે કહ્યું કે, યુક્રેનની સેના સાચી છે અને લોકો આ મુશ્કેલ ઘડીમાં પણ યુક્રેનવાસીઓની મદદ કરવા માગે છે. જો હું તેને કહું કે, હું યુક્રેનમાં જંગમાં લડવા માટે જાવ છું, તો તે મને ક્યારેય લડાઈમાં શામેલ થવા ન દેત. એટલા માટે હું કહ્યા વગર આવી ગયો. જો કે, તેણે એવું પણ કહ્યું કે, હું ટૂંક સમયમાં જ તેને ફોન કરીને સમજાવીશ. આ શખ્સ બ્રિટિશ આર્મીનો નિવૃત સૈનિક છે. લાંબા સમય સુધી સેનામાં સ્નાઈપર તરીકે કામ કરતો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..