રાજકોટમાં શ્રીમંત પરિવારનો પુત્રવધૂ પર અત્યાચાર:‘10 વર્ષ અમેરિકામાં શું કમાયા?’ સાસુએ યુવતીને મેણાં માર્યા, પતિએ ફટકારી; પુત્રવધૂએ કરી પોલીસ ફરિયાદ

સાસરિયાં દ્વારા પુત્રવધૂને ત્રાસ આપવાના બનાવો સામાન્ય પરિવારોમાં જ બનતા હોય એવું નથી. પુત્રવધૂ પરના અત્યાચારના બનાવો શ્રીમંત પરિવારમાં પણ છાશવારે બનતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. વધુ એક કિસ્સામાં રાજકોટના બિલ્ડર તેમજ સદગુરુ રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટના પ્રમુખ, તેનાં પત્ની અને પુત્ર સામે તેમની પુત્રવધૂએ ઘરેલુ હિંસા અંતર્ગત ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ચર્ચા જાગી છે.

અમદાવાદ એસ.જી. હાઇવે પર ધ મિડોઝ ફ્લેટમાં છેલ્લા પાંચ મહિનાથી પિયરમાં દીકરી સાથે રહેતી સોમિનીબેન નામની પરિણીતાએ રાજકોટના કાલાવડ રોડ પર વેસ્ટ એન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા પતિ મનીષ, સસરા પ્રવીણભાઇ છગનલાલ વસાણી અને સાસુ પ્રફુલ્લાબેન સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સોમિનીબેનના લગ્ન 2011માં મનીષ સાથે થયા છે. લગ્નના ત્રણ મહિના બાદ પોતે પતિ સાથે અમેરિકા રહેવા ગયાં હતાં. અમેરિકામાં દસ વર્ષ રોકાયાં હતાં. એ સમયે એક પુત્રીનો જન્મ થયો હતો.

દરમિયાન અમેરિકાથી પતિ, પુત્રી સાથે તેઓ ગત માર્ચ મહિનામાં પરત ભારત આવ્યાં હતાં અને ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામની સીમમાં આવેલા અદાણી શાંતિગ્રામમાં બંગલો ભાડે રાખી રહેતાં હતાં. પતિ રાજકોટ સાસુ-સસરાને મળવા ગયા બાદ પરત બંનેને સાથે લઇ જાસપુર આવ્યા હતા. એ દરમિયાન સાસુ પ્રફુલ્લાબેને તમે અમેરિકામાં દસ વર્ષ રહ્યાં તો ત્યાં કેટલું કમાયા એવાં મેણાં માર્યાં હતાં, જેથી સાસુને જવાબ આપતાં કહ્યું, અમે ત્યાં એક બંગલો ખરીદ્યો હતો, જે 12 કરોડમાં વેચ્યો છે તેમજ દસ વર્ષમાં અમે છ કરોડ રૂપિયા કમાયા છીએ, જેના કુલ 18 કરોડ રૂપિયા અમારા બંનેના જોઇન્ટ એકાઉન્ટમાં છે. સાસુ-સસરા પાંચ દિવસ રોકાયા બાદ પરત રાજકોટ જતા રહ્યાં હતાં. ત્યાર બાદ ત્રણ મહિના પછી પાછા પતિ રાજકોટ ગયા હોઈ સાસુ-સસરાને લઇ જાસપુર આવ્યા હતા.

માતા-પિતાનું ઉપરાણું લઈને પતિએ માર માર્યો
આ સમયે બહેન અને ભાણેજ રોકાવા આવ્યાં હતાં. ભાણેજ અને પુત્રી બંને બેડરૂમમાં સૂતાં હતાં. ત્યારે સાસુ પ્રફુલ્લાબેન તેમનો સામાન બેડરૂમમાં મૂકવા જતાં તેમને અન્ય રૂમમાં સામાન મૂકવાનું કહ્યું હતું, જેથી સાસુ-સસરા બંને ઉશ્કેરાઈ ગયાં હતાં અને તું કહે એમ અમારે નથી કરવાનું એમ કહી ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ પતિ ઘરે આવતાં તેનાં માતા-પિતાનું ઉપરાણું લઇ પોતાનું ગળું દબાવી માર માર્યો હતો. બહેન છોડાવવા વચ્ચે પડતાં સાસુ-સસરાએ તેને પણ માર માર્યો હતો, જેથી બંને બહેનો બચવા રૂમમાં દોડી જઇ દરવાજો બંધ કરી પિતાને ફોન કરી જાણ કરી હતી.

આ સમયે પતિ મનીષે પિતાને ફોન કરી તમે જલદી આવો, નહિતર ફરીથી મારો હાથ તમારી દીકરી પર ઊપડી જશે. માતા-પિતા નજીક જ રહેતાં હોઈ, બંને તરત દોડી આવી બંને બહેનોને લઇ ગયાં હતાં. કરિયાવરનો સામાન સાસુ-સસરા પાસે છે તેમજ પોતાના અને પતિના જોઇન્ટ એકાઉન્ટમાં પડેલા રૂપિયા પતિ મનીષે તેના વ્યક્તિગત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના સાંતેજ પોલીસે આઇપીસી 498એ, 323,114ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો