પ્રેમલગ્નનો કરૂણ અંજામ: નવસારીમાં પુત્રી સામે પત્નીની હત્યા કરીને ફરાર થયેલા પતિને નડ્યો અકસ્માત

બીલીમોરાની મુસ્લિમ યુવતી અને નવસારી વિજલપોરના મહારાષ્ટ્રીયન યુવક વચ્ચે સચિન ખાતે નોકરી કરવા દરમિયાન પ્રેમ થતાં પ્રેમલગ્ન કર્યા હતા. બંને દુબઇ નોકરી કરવા ગયા હતા. જે બાદ પત્ની સાથે તેને અને પુત્રીને તેના વિજલપોર ખાતેના ઘરે લઇ જવા બાબતે ઝઘડો થતા ઉશકેરાયેલા પતિએ ચપ્પુના ઘા મારી પત્નીનું મોત નિપજાવી નાસી ગયો હતો. જો કે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.

બીલીમોરા વાંકા મહોલ્લામાં રહેતી યુવતીની માતા વહીદા ઇકબાલ સૈયદે પોલીસને આપેલી ફરિયાદ મુજબ, પુત્રી મોનાઝ સચિન ખાતે એક શો રૂમમાં નોકરી કરતી હતી. જ્યાં નવસારી વિજલપોરના સંદીપ આહીર સાથે આંખ મળી જતાં સંદીપ મોનાઝને ઈન્દોર ભગાડી ગયો હતો અને હિંદુ રીતરિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા.

બે-ત્રણ માસ પછી તેઓ બન્ને આવી ગયા હતા અને બાદમાં થોડો સમય બંને દુબઈ નોકરી કરવા ગયા અને ત્યાંથી પણ પરત આવી બીલીમોરા ખાતે રહેતા હતા. જ્યારે સચિન એકલો દુબઈ ગયો હતો અને જાન્યુઆરીમાં પરત આવીને વિજલપોર રહેતો હતો.

ગત બીજી તારીખે સંદીપ પુત્રી સોહાને વિજલપોર સાથે લઇ જવા આવ્યો હતો. જો કે સાસુ વહીદાએ ના પાડતા સંદીપનો મોનાઝ સાથે સોહાને વિજલપોર લઇ જવા બાબતે ઝઘડો થયો હતો. શનિવારે સાંજે મોનાઝ તેની પુત્રી સોહાને લઇને આવતી હતી, ત્યારે સંદીપ મોપેડ લઇને ઊભો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, પુત્રી સોહા રડતી રડતી સાસુ પાસે ગઈ હતી અને પપ્પા મમ્મીના મારે છે તેમ જણાવ્યું હતું. જે બાદ ત્યાં જતા સંદીપ મોનાઝને પેટના ભાગે ચપ્પુ મારતો હતો, પરંતુ તેઓને જોઇ ચપ્પુ ફેંકી નાસી ગયો હતો.

આ બાબતની જાણ થતાં બીલીમોરા પોલીસે આરોપીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. જેના કારણે ગભરાટમાં સંદીપને ગણદેવી રોડ પર આકસ્માત નડ્યો હતો. જ્યારે મોનાઝનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલ પોલીસે સંદીપની ધરપકડ કરીને તેને સારવાર અર્થે ખસેડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો