જેતપુરમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો: ‘ડોક્ટર પતિને ગંદા વિડિયો જોવાનો શોખ, તે પ્રમાણે સંબંધ બનાવવાનું દબાણ કરે છે, ના પાડુ તો…’, પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

આપણા સમાજમા સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામા આવે છે. તેમ છતા આજે પણ આપણા સભ્ય સમાજમા સ્ત્રી ઉપરના અત્યાચારો અટકવાનુ નામ નથી લઈ રહ્યા. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામા રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશન ખાતે એક પરિણીતાએ પોતાના ડોકટર પતિ તેમજ સાસુ વિરુધ્ધ શારીરીક માનસીક ત્રાસ ગુજાર્યાની તેમજ પિયરથી પૈસા લાવવા માટેની ફરજ પાડવામા આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાલીની (નામ બદલાવેલ છે) નામની પરણિતાએ પોતાના ડોકટર પતિ કામેશ (નામ બદલાવેલ છે) વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ જેતપુર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદ મુજબ તેનો પતિ પોર્ન વિડીયો જોવાની ટેવ વાળો છે. પોર્ન વિડીયો જોયા બાદ તેમા દર્શાવવામા આવેલ સ્ટાઈલ મુજબ શારીરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો. જ્યારે હુ તેમના દબાણને વશ ન થતી ત્યારે તેઓ મારી સાથે મારકૂટ પણ કરતા હતા. તો સાથે જ મારા સાસુ મને પિયરથી સોનાના દાગીના લઈ આવવા માટે પણ દબાણ કરતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પરણિતાએ પોલીસને આપેલ ફરિયાદમા જણાવ્યુ છે કે, હુ હાલ મારા માતાપિતાના ઘરે રહુ છે. તેમજ ખાનગી કંપનીમા નોકરી કરુ છુ. મારા લગ્ન જ્ઞાતિના રિતિરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ બે મહિના સુધી અમારો ઘર સંસાર સારી રીતે ચાલ્યો હતો. જો કે બાદમા મારા પતિની કુટેવના કારણે અમારે અવારનવાર ઝઘડાઓ થતા હતા. મારા પતિને દવાખાનુ બનાવવુ હોવાથી તેઓ મને માવતરેથી રુપિયા લાવવા દબાણ કરતા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમા સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારના બનાવ સતત સામે આવતા રહે છે. કેટલાંક કિસ્સાઓમા પરિણીત સ્ત્રી ઉપર ન માત્ર તેનો પતિ અમાનુષી અત્યાચાર ગુજારતો હોઈ છે. પરંતુ તેના પરિવારના તમામ સભ્યો પણ પોતાનુ સર્વસ્વ ત્યાગીને આવેલી પુત્રવધુ પર અત્યાચાર ગુજારતા હોઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો