પલવલમાં પરિવાર પિંખાયો: એક જ ઘરમાંથી મળ્યા 5 મૃતદેહ; પતિએ ત્રણ બાળકો અને પત્નીને ઝેર આપી ગળું દબાવીને કરી હત્યા, પોતે પણ કર્યો આપઘાત

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના પલવલ જિલ્લામાં બુધવારે સવારે એક જ ઘરમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા. પરિવારના મોભી ફાંસી પર લટકતા મળી આવ્યા હતા જ્યારે તેની પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ જમીન પર પડેલા હતા. પ્રાથમિક તપાસ મુજબ પરિવારના મોભીએ પત્ની અને બાળકોને ઝેર આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પલવલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટના પલવલ જિલ્લાના ઔરંગાબાદની છે. મૃતકોની ઓળખ 33 વર્ષીય નરેશ, તેની પત્ની 30 વર્ષીય આરતી, 7 વર્ષનો પુત્ર સંજય, 9 વર્ષ ની પુત્રી ભાવના અને 11 વર્ષની રવિતા તરીકે થઈ છે. સરપંચે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. સરપંચના જણાવ્યા મુજબ, બુધવારે સવારે મોડે સુધી નરેશના ઘરમાં કોઈ હલચલ જોવા મળી ન હતી. જ્યારે પાડોશીઓએ જઈને જોયું તો બધા ચોંકી ઉઠ્યા હતા.

સરપંચે પોલીસને ઘટનાની જાણ કરી
પડોશીએ રૂમ ખોલીને જોયું તો નરેશનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. આરતી અને બાળકોના મૃતદેહ જમીન પર પડ્યા હતા. સરપંચે ઘટનાસ્થળે આ જોયું હતું જે તેણે પોલીસને જણાવ્યુ હતું. જાણકારી મળતા જ પલવલ શહેર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પોલીસ પાડોશીઓ અને સગા-સબંધીની પૂછપરછ કરી રહી
જણાવવામાં આવી રહ્યું છે કે પતિ અને પત્નીની વચ્ચે મંગળવારે રાત્રે જ કોઈ વાતને લઈને ઝઘડો થતાં ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી એટલી હદે વધી ગઈ કે બંનેએ આત્મહત્યાનું પગલું ભર્યું. આ ઘટના બાબતે પોલીસ પાડોશીઓ અને સગા-સબંધીની પૂછપરછ કરી રહી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરવા માટે પલવલ સિલિવ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

ઉત્તરપદેશમાં હોટલ ચલાવતો હતો નરેશ
પ્રાપ્ત જાણકારી મુજબ, નરેશે 3 મહીના પહેલા જ ઉત્તરપ્રદેશના ઝાંસીમાં હોટલ ખોલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે હોટલ શરૂ કરવા માટે તેણે દેવું કર્યું હતું. પરંતુ હોટલમાંથી તેણે કોઈ ખાસ લાભ થઈ રહ્યો ન હતો. છેલ્લા કેટલાક દિવસોથી તે ઘરે પણ આવ્યો ન હતો. ગઈ રાત્રે તે 10 વાગ્યા સુધી આસપાસ પડોશીઓની સાથે બેસીને વાતચીત કરી રહ્યો હતો.

નરેશ ઘણો જ મૈત્રીપૂર્ણ હતો. તે પોતાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરતો હતો. હોટલ શરૂ કર્યા બાદ તે ઝાંસી ગયા બાદ પણ તે સમય કાઢીને પોતાની પત્ની અને બાળકો સાથે વિડીયો કોલ કરીને વાત કરતો હતો, પણ આ ઘટના પાછળનું શું કારણ હતું, જેના લીધે સમગ્ર પરિવાર પિંખાઈ ગયો, તે કોઈ નથી જાણતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો